Home /News /gujarat /

વડોદરામાં child pornoghaphyના વીડિયો અપલોડ-શેર કરનાર સામે ગુનો દાખલ

વડોદરામાં child pornoghaphyના વીડિયો અપલોડ-શેર કરનાર સામે ગુનો દાખલ

પ્રતીકાત્મક તસવીર

Vadodara News: મોબાઇલમાંથી ચાઇલ્ડ પોર્નોગ્રાફીના વીડિયો અપલોડ, ડાઉનલોડ અને શેર થઇ હોવાનું જણાઇ આવ્યું હતું. જેથી,સાયબર સેલ દ્વારા સદ્દામ શેખની સઘન પૂછપરછ કરવામાં આવી હતી.

    વડોદરા: ચાઇલ્ડ પોર્નોગ્રાફીના (Child pornoghaphy) બીભત્સ વીડિયો અપલોડ, ડાઉનલોડ કરી શેર કરનાર વડોદરાના (Vadodara) શખ્સની સામે સાયબર ક્રાઇમ પોલીસે (Cyber crime Police) ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. બાતમીને આધારે શહેરના ફતેપુરા વિસ્તારના ભાણવાડા મહોલ્લાના એક રહેવાસીના મોબાઇલમાંથી ચાઇલ્ડ પોર્નોગ્રાફીના વીડિયો અપલોડ-ડાઉનલોડ કરવા મામલે આઇટી એક્ટ હેઠળ ગુનો (Offence) નોંધી કાર્યવાહી કરવામાં આવી છે.

    સાયબર સેલે નરાધમને આ રીતે ઝડપ્યો

    મળતી માહિતી પ્રમાણે, 21મી જૂને પોલીસ મહાનિર્દેશક સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલવેઝ ગુજરાતની ગાંધીનગર કચેરીથી વડોદરા શહેરને લગતી ચાઇલ્ડ પોર્નોગ્રાફીની ટીપલાઇનની સી.ડી.વડોદરા સાયબર સેલને મોકલવામાં આવી હતી. જે બાદ 9 સપ્ટેમ્બરના રોજ આ CD પી.આઇ.એન.કે.વ્યાસે તપાસ માટે પોલીસ વાયરલેસ ઇન્સપેક્ટર એમ.કે.મોટવાણીને સોંપી હતી. જેમાં તપાસતા તેમાંથી કુલ 15 ચાઇલ્ડ પોર્નોગ્રાફીને લગતી ટીપલાઇનો હતી. તે પૈકી એક ટીપલાઇન ફતેપુરા ભાંડવાડામાં રહેતા સદ્દામ શેખ ઇબ્રાહિમના મોબાઇલમાંથી અપલોડ, ડાઉનલોડ અને શેર થઇ હોવાનું જણાઇ આવ્યું હતું. જેથી,સાયબર સેલ દ્વારા સદ્દામ શેખની સઘન પૂછપરછ કરવામાં આવી હતી.

    આ પણ વાંચો - અમદાવાદનો ચોંકાવનારો કિસ્સો: બે ભાઈઓ વચ્ચે એક પ્રેમિકા, એકબીજાની ગેરહાજરીમાં વારાફરતી બાંધતા હતા શારીરિક સંબંધ

    ચાઇલ્ડ પોર્નોગ્રાફીને લગતા 13 વીડિયો મળ્યા હતા

    જેમાં તેણે જણાવ્યું હતું કે, આવા વીડિયો વોટ્સએપ ગૃપમાં આવે છે. જોકે, આ વીડિયો મારા મોબાઇલમાંથી કાઢી નાંખ્યા છે. તેના મોબાઇલનો ડેટા બેકઅપ ફોરેન્સિક વર્ક સ્ટેશનમાં લેતા ચાઇલ્ડ પોર્નોગ્રાફીને લગતા 13 વીડિયો મળી આવ્યા હતા.જેમાં નાના બાળકો સાથે દુષ્કર્મ કરતી ક્લિપ હતી.

    આ પણ વાંચો - વરઘોડામાં ફટાકડાનો તણખો બગીમાં પડ્યો, વરરાજા માંડમાંડ બચ્યા, ઘણો જ વાયરલ થઇ રહ્યો છે ગુજરાતનો આ Video

    મિત્રનું સિમ કાર્ડ વાપરતો હતો

    સાયબર સેલ દ્વારા આ મોબાઇલના સીમકાર્ડની વિગતો અંગે તપાસતા આ સીમકાર્ડ પઠાણ શોહેબ ઐયુબભાઇ (રહે.હાથીખાના,કાગડાની ચાલી,કારેલીબાગ)ના નામનું હતું. પોલીસે શોહેબ પઠાણની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, સદ્દામ શેખ મારો મિત્ર છે. તેને સીમકાર્ડની જરૂરિયાત હતી. તેની પાસે પૂરતા ડોક્યુમેન્ટ્સ નહતા તેથી મેં મારા નામ પર સીમકાર્ડ ખરીદી સદ્દામ શેખને વાપરવા માટે આપ્યું હતું.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Child, Cyber Cell, ગુજરાત, વડોદરા

    આગામી સમાચાર