વડોદરા: શહેરના (Vadodara News) પાદરા તાલુકાના ઉમરાયા ખાતે માળીવાસમાં રહેતી નશેબાજ પત્નીએ (wife kills husband) પતિ રાજેશ માળીની હત્યા કરી હતી. આ કેસ વડોદરા જિલ્લા સત્ર ન્યાયાધીશની કોર્ટમાં (Vadodara court case) ચાલી રહ્યો હતો. જેમાં જજ એમ.આર.મેંગદેએ પતિની હત્યારી પત્ની પુનીને આજીવન કેદની સજા અને 25 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યા છે. નોંધનીય છે કે, પત્નીએ ઝઘડો કરીને પતિને છાતીમાં લાતો મારી હતી. જેમાં પતિ ગંભીર ઇજાગ્રસ્ત થયા બાદ મોત નીપજ્યુ હતુ.
પત્નીએ પતિ અને દીકરાને મારી નાંખવાની આપી હતી ધમકી
આ અંગે મળતી માહિતી પ્રમાણે, ગત વર્ષે પાદરા પોલીસ સ્ટેશનમાં મૃતક રાજેશ માળીના વિધવા માતા નર્મદાબેને ફરિયાદ નોંધાવી હતી. તેમાં જણાવ્યા પ્રમાણે, તેમના પુત્ર રાજેશના પ્રથમ લગ્નથી છૂટાછેડા થયા પછી સાત વર્ષ પહેલા ઉમરાયા ખાતે રહેતા બુધા સદા માળીની પુત્રી પુની સાથે લગ્ન કર્યા હતા. લગ્નના એક મહિનામાં જ પુનીએ બોલાચાલી શરૂ કરી દીધી હતી.
આ સાથે અલગ રહેવા જવાની જીદ કરીને ઝઘડા કરતી હતી. જેથી પુત્ર અને પુની પાદરા ખાતેના હાઉસિંગ બોર્ડના મકાનમાં રહેવા જતા રહ્યા હતા. જે બાદ પુની રોજ દારૂ પીને રાજેશ સાથે ઝઘડો કરતી હતી અને રાજેશને પણ દારૂ પીવડાવતી હતી. લગ્ન જીવનમાં તેમને એક પુત્રનો પણ જન્મ થયો હતો. પુની વારંવાર ઝઘડાઓ કરીને પીયર જતી રહેતી હતી. એક વખત તે ઝઘડો કરીને પિયર જતી રહી હતી, જે બાદ તેણે ફરીવાર ઝઘડો કર્યો હતો જેમાં તે રાજેશ અને તેના પુત્ર વિશાલને મારી નાખશે તેમ પણ કહ્યું હતુ.
જે બાદ તેઓનું ફરીથી સમાધાન થઇ ગયું હતું અને સાથે રહેતા હતા. દરમિયાન ગત 5મી ઓગસ્ટ 2020ના રોજ સાંજે પુનીના ભાઇઓનો ફોન આવ્યો હતો. જેમાં તેણે જણાવ્યું હતુકે, દારૂ પીને પડી જતા રાજેશનું મોત થયુ છે. તેઓ રાજેશની લાશ મારા ઘરે લાવ્યા હતા. લાશ પર ઇજાના નિશાન જોઇને મને હત્યાની શંકા જતા પોસ્ટમોર્ટમ કરાવ્યું હતુ. જેમાં જાણવા મળ્યુ હતુ કે, છાતીના ડાબા ભાગે માર વાગેલો છે અને પાંસળીનું હાડકું તૂટીને ફેંફસામાં ઘૂસી ગયુ હતુ.
આવો ચોંકાવનારો રિપોર્ટ આવતાની સાથે પોલીસે પત્નીની કડકાઇપૂર્વક પૂછપરછ કરી હતી. જેમાં પત્ની ભાંગી ગઇ અને પોતે જ પતિને મારી નાંખ્યો છે તેવી કબૂલાત કરી લીધી હતી. પત્નીએ પોલીસ સામે સ્વીકાર્યું હતુ કે, પતિ રાજેશને તેણે ખૂબ માર્યો હતો અને છાતી પર લાતો પણ મારી હતી. આ કેસમાં વડોદરા જિલ્લા સત્ર ન્યાયાધીશની કોર્ટમાં ચાલી રહ્યો હતો. જેમાં જજ એમ.આર.મેંગદેએ પતિની હત્યારી પત્ની પુનીને આજીવન કેદની સજા અને 25 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યા છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર