Home /News /gujarat /

વડોદરા: ખ્રિસ્તી યુવાને યુવતીને ફસાવી કર્યા પ્રેમલગ્ન, શરીર પર મરાવતો હતો બ્લેડના ઘા

વડોદરા: ખ્રિસ્તી યુવાને યુવતીને ફસાવી કર્યા પ્રેમલગ્ન, શરીર પર મરાવતો હતો બ્લેડના ઘા

પ્રતિકાત્મક તસવીરઃ shutterstock

vadodara news: પરિવારે યુવતીનો મોબાઇલ તપાસતા સામે આવ્યું હતું કે, યુવક યુવતીને એક જ મિનિટમાં બ્લેડથી 40થી 45 કાપા પોતાના શરીર પર મારવાનું કહેતો હતો.

    Vadodara News: શહેરમાં (Vadodara) એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. શહેરના 10 પાસ ખ્રિસ્તી યુવાને સેલ્વિન પાઉલ પરમાર, 23 વર્ષની હિન્દુ યુવતીને પ્રેમજાળમાં (love afire) ફસાવીને અંગત પળોના ફોટા અને વીડિયો ઉતાર્યા હતા. જે બાદ તે યુવતીને આ ફોટા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપીને ઇમોશ્નલી બ્લેકમેઇલ કરતો હતો. જે બાદ યુવકે પોતાની વાતોમાં ફસાવીને યુવતીને ભગાડીને લગ્ન પણ કરી લીધા હતા. લગ્ન બાદ યુવક સહિત સાસરિયાઓ પણ આ યુવતીને શારીરિક તથા માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ નોંધાઇ છે. હાલ પોલીસે આ યુવકની અટકાયત કરી છે.

    બે વર્ષમાં પ્રેમ કરી લગ્ન કર્યા

    આ અંગે યુવતીના પિતાએ છાણી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, શહેરના છાણી કેનાલ પાસેની માંગલ્ય સોસાયટીમાં રહેતો ધોરણ 10 પાસ સેલ્વિન પાઉલ પરમાર નામનો યુવાન તે વિસ્તારમાં જ રહેતી 23 વર્ષીય હિન્દુ યુવતી સાથે 2 વર્ષ પહેલાં સંપર્કમાં આવ્યો હતો. જે બાદ તેણે યુવતીને તેની વાતોમાં ફસાવી હતી અને અવારનવાર મળીને યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ યુવતીની જાણ બહાર તેમના અંગત પળોના ફોટો અને વીડિયો ઉતારી લીધા હતા.

     આ પણ વાંચો - અમદાવાદ: 'હું આ બહેનને પ્રેમ કરું છું, તેણીએ મને દગો દીધો છે,' વૃદ્ધાને થયો કડવો અનુભવ

    શરીર પર બ્લેડના ઘા મરાવતો હતો

    આ વીડિયો અને ફોટાથી તે યુવતીને બ્લેકમેઇલ કરીને શરીર પર બ્લેડના ઘા મારવા પણ મજબૂર કરતો હતો. યુવતી યુવાનની તમામ વાતો માનીને તે કહે તેમ જ કરતી હતી. ફરિયાદ પ્રમાણે, યુવાને યુવતીને લગ્ન માટેનું સતત દબાણ કરતો હતો જેથી યુવતી પણ તૈયાર થઇને આણંદ ભાગી ગઇ હતી. જે બાદ ચર્ચમાં લગ્ન કરી લીધા હતા.

    પરિવારે યુવતીનો મોબાઇલ તપાસતા સામે આવ્યું હતું કે, યુવક યુવતીને એક જ મિનિટમાં બ્લેડથી 40થી 45 કાપા પોતાના શરીર પર મારવાનું કહેતો હતો. પછી તેના ફોટા સોશિયલ મીડિયા પર મંગાવીને પિશાચી આનંદ લેતો હતો.

    આ પણ વાંચો - વલસાડ : પતિ તેની પ્રેમિકા સાથે રંગરેલિયા મનાવતો હતો ત્યારે જ પત્ની-પુત્રીઓ ત્રાટક્યાં

    યુવાનની અટકાયત

    લગ્ન બાદ યુવતીને યુવકના પિતા પાઉલ પરમારે વાતોમાં ફસાવીને સાસરીમાં રહેવા માટે મજબૂર કરી હતી. થોડા સમય બાદ યુવક સેલ્વિન, તેની નણંદ શ્વેતા અને પિતા પાઉલ પરમારે યુવતીને શારિરીક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. તેમજ યુવતીને ઘરમાં ગોંધી રખાતી હોવાનો આક્ષેપ પણ ફરિયાદમાં કરાયો હતો. યુવતીને રોજ મારઝૂડ થતી હોવાની પરિવારને જાણ થતાં તેણીને ઘરે લઇ આવ્યા હતા. જે બાદ આ અંગે યુવતીના પિતાએ છાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે સેલ્વિન પાઉલ પરમાર, શ્વેતા પાઉલ પમાર અને પાઉલ પમાર સામે ગુનો નોંધી યુવક સેલ્વિન પરમારની અટકાયત કરી હતી.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Married women, ગુજરાત, વડોદરા

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन