વડોદરામાં કેયુર રોકડિયા અને ભાવનગરમાં કિર્તિબેન બન્યા નવા મેયર

વડોદરામાં કેયુર રોકડિયા અને ભાવનગરમાં કિર્તિબેન બન્યા નવા મેયર
વડોદરાના મેયર કેયુર રોકડિયા અને ડેપ્યુટી મેયર નંદા જોશીની ફાઇલ તસવીર

ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર તરીકે કીર્તિબેન દાણીધારીયાની વરણી થઇ છે.

 • Share this:
  રાજ્યમાં (Gujarat) છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના (BJP) ભવ્ય વિજય બાદ આજથી તમામ મહાનગરપાલિકામાં મેયર અને ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની નિમણૂંક શરૂ કરવામાં આવી રહી છે. ત્યારે વડોદરા (Vadodara) મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર (Mayor) તરીકે કેયુર રોકડિયા અને ડેપ્યુટી મેયર તરીકે નંદા જોશીના નામ પર મહોર વાગી છે. આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ડૉ. હિતેન્દ્ર પટેલની ભાજપ મોવડી મંડળે વરણી કરી છે. આજે સવારે 11:00 વાગ્યે કોર્પોરેશનના નવા બોર્ડની પ્રથમ જનરલ બોર્ડની મીટિંગમાં મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી યોજાઇ તે પહેલા જ શહેર ભાજપ કાર્યાલય ખાતે તેઓના નામોની ઘોષણા કરવામાં આવી હતી.

  કોર્પોરેશનની તાજેતરમાં ચૂંટણીમાં કોર્પોરેશનની કુલ 76 બેઠકમાંથી ભાજપે 69 બેઠક જીતી હતી જ્યારે કોંગ્રેસને માત્ર 7 બેઠક પ્રાપ્ત થઈ હતી. ચૂંટણીના પરિણામ જાહેર થયા પછી છેલ્લા કેટલાક દિવસોથી મેયર સહિતના હોદ્દા પર કોણ બેસશે તે માટે અનેક મુદ્દે નામોની અટકળો ચાલી રહી હતી. આજે કોર્પોરેશનમાં ભાજપ પક્ષના નેતા તરીકે અલ્પેશ લીમ્બાચીયા તથા દંડક તરીકે ચિરાગ બારોટનું નામ પણ જાહેર કરવામાં આવ્યું હતું.  બારડોલીની યુવતી સુરત આવીને બનાવતી હતી બાઇક સ્ટન્ટના Video, થઇ ધરપકડ

  ભાવનગરના મેયર તરીકે કીર્તિબેન દાણીધારીયા

  ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર તરીકે કીર્તિબેન દાણીધારીયાની વરણી થઇ છે આ સાથે ડેપ્યુટી મેયર તરીકે કૃણાલ શાહની વરણી કરવામાં આવી છે. આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ધીરુભાઈ ધામેલીયાના નામ પર મહોર વાગી છે. નોંધનીય છે કે, કીર્તિબેન દાનીધારીયા કે જેઓ એડવોકેટ નોટરી છે તેમનું નામ ચર્ચામાં સૌથી આગળ હતું.

  રાજકોટ સિવિલમાં નવજાત બાળકી બાદ માતાનું મોત થતા હોબાળો, 'સ્ટાફ સસ્પેન્ડ નહીં થાય ત્યાં સુધી લાશ નહીં સ્વીકારીએ'

  અમદાવાદના મેયર કિરીટ પરમાર

  આજે અમદાવાદના નવા મેયર તરીકે કિરીટ પરમાર, ડેપ્યુટી મેયર તરીકે ગીતા પટેલ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે હિતેશ બારોટના નામની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદના 41માં મેયરની વરણી કરવામાં આવી છે. અમદાવાદના મેયર કિરીટ પરમાર ઠક્કરબાપાનગર વોર્ડના કાઉન્સિલર છે. જ્યારે ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ નારાયણપુરા વોર્ડના કાઉન્સિલર છે. તેમજ સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન હિતેશ બારોટ થલતેજના કાઉન્સિલર છે.

  આ ઉપરાંત અમદાવાદ મનપામાં ભાજપના દંડક તરીકે અરૂણસિંહ રાજપૂતની વરણી કરવામાં આવી છે. અમદાવાદ કોર્પોરેશનમાં પક્ષના નેતા તરીકે ભાસ્કર ભટ્ટની વરણી કરવામાં આવી છે.
  Published by:Kaushal Pancholi
  First published:March 10, 2021, 11:12 am

  ટૉપ ન્યૂઝ