વડોદરામાં 'ચા'ની કીટલી ચલાવતા અને PM મોદીના ટેકેદારે માગી ટિકિટ

News18 Gujarati
Updated: March 15, 2019, 8:42 PM IST
વડોદરામાં 'ચા'ની કીટલી ચલાવતા અને PM મોદીના ટેકેદારે માગી ટિકિટ

  • Share this:
ફરીદ ખાન, વડોદરા

લોકસભા ચૂંટણીનું બ્યૂંગલ વાગી ચૂક્યું છે, દરેક પાર્ટી પોત પોતાની રીતે તૈયારીઓ શરૂ કરી દીધી છે. હાલ તમામ પાર્ટીઓ ઉમેદવારની પસંદગી પ્રક્રિયામાં વ્યક્ત છે, તો બીજી બાજુ ટિકિટ મેળવવા માટે પાર્ટી ઓફિસમાં ધક્કા ખનારા લોકોની સંખ્યા પણ વધી ગઇ છે. જો કે કેટલાક જાણીતા ચહેરાઓ પણ ટિકિટની લાઇનમાં છે. આવું જ એક નામ છે વડોદરામાં ગત ચૂંટણીમાં PM મોદીના ટેકેદાર રહેલા અને ચાની લારી ધરાવતા કિરણ મહીડાએ પણ લોકસભા ચૂંટણીની ટિકિટ માગી છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે ગત લોકસભાની ચૂંટણીમાં PM વડાપ્રધાન મોદી જ્યારે વડોદરામાંથી ચૂંટણી લડ્યા હતા ત્યારે તેઓએ ચૂંટણીફોર્મમાં ટેકેદાર તરીકે વડોદરામાં કોર્પોરેશનની સામે ચાની લારી ચલાવતા કિરણ મહીડાની પસંદગી કરી હતી, હવે આ વખતની લોકસભામાં મોદીજી ક્યાંથી ચૂંટણી લડશે એ નક્કી નથી થયું પરંતુ કિરણ ભાઇએ વડોદરામાંથી લોકસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે. કિરણભાઇએ પાર્ટી પાસે ટિકિટની પણ માગણી કરી છે, જો કે હાલ આ અંગે નિર્ણય લેવાયો નથી.

આ પહેલા જયારે નરેન્દ્ર મોદીએ વડોદરા લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું ત્યારે પણ ચા વાળા કિરણ મહિડાને ટેકેદાર તરીકે સાથે રાખ્યા હતા. ફોર્મ ભરતી વખતે PM મોદી ચા વાળા કિરણભાઇને ગળે પણ મળ્યા હતા, અને તેની સાથે વાતચીત પણ કરી હતી, ત્યારબાદ લોકસભા ચૂંટણીમાં વડોદરા લોકસભા બેઠક પરથી જંગી બહુમતીથી જીતીને વડોદરાની જનતાઓ આભાર માનવા માટે આવ્યા ત્યારે પણ ચા વાળા કિરણ મહીડાને સ્ટેજ પર સ્થાન આપ્યું હતું.

તો લોકસભા 2014માં 26 મેના રોજ PM મોદીએ વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કર્યા હતા ત્યારે દેશ વિદેશથી લોકો સહિત વડોદરાના ચા વાળા કિરણ મહીડાને પણ સમથ વિધિ સમારોહમાં હાજર રહેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.
First published: March 15, 2019, 8:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading