Home /News /gujarat /બુલંદશહેરમાં ગેંગરેપ: પોલીસનું પોલમપોલ, રાતોરાત ગુનેગારોના નામ બદલ્યા!

બુલંદશહેરમાં ગેંગરેપ: પોલીસનું પોલમપોલ, રાતોરાત ગુનેગારોના નામ બદલ્યા!

ઉત્તરપ્રદેશના બુલંદશહેરમાં નેશનલ હાઇવે પર મા-પુત્રી સાથે ગેંગરેપ અને લૂંટના મામલામાં જિલ્લાની પોલીસ અને ઉત્તરપ્રદેશ પોલીસના મહાનિર્દેશક જાવીદ અહમદના નિવેદન અને સ્થાનિક પોલીસની કાર્યવાહી સામે સવાલ ઉઠવા પામ્યા છે.

ઉત્તરપ્રદેશના બુલંદશહેરમાં નેશનલ હાઇવે પર મા-પુત્રી સાથે ગેંગરેપ અને લૂંટના મામલામાં જિલ્લાની પોલીસ અને ઉત્તરપ્રદેશ પોલીસના મહાનિર્દેશક જાવીદ અહમદના નિવેદન અને સ્થાનિક પોલીસની કાર્યવાહી સામે સવાલ ઉઠવા પામ્યા છે.

  • Pradesh18
  • Last Updated :
લખનૌ #ઉત્તરપ્રદેશના બુલંદશહેરમાં નેશનલ હાઇવે પર મા-પુત્રી સાથે ગેંગરેપ અને લૂંટના મામલામાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. પોલીસની કામગીરી આમેય વિવાદાસ્પદ છે જ્યાં આ કેસમાં તો પોલીસે મોટું ભોપાળું કર્યાનું ખુલ્યું છે. પોલીસે રાતોરાત આરોપીઓના નામ બદલી દીધાનું સામે આવ્યું છે.

જિલ્લાની પોલીસ અને ઉત્તરપ્રદેશ પોલીસના મહાનિર્દેશક જાવીદ અહમદના નિવેદન અને સ્થાનિક પોલીસની કાર્યવાહી સામે સવાલ ઉઠવા પામ્યા છે. રવિવારે પ્રેસ કોન્ફરન્સમાં ડીજીપીએ જે ત્રણ આરોપીઓના નામ લીધા હતા એમાં રાતોરાત પોલીસે બે આરોપીઓના નામ બદલી લીધા છે.

પોલીસ અધિકારીઓએ પોતાની જાતને બચાવવા માટે ઉતાવળમાં જે શખ્સોના નામનો ખુલાસો કર્યો હતો તે પોલીસ અટકમાં જ નથી. પ્રદેશના ડીજીપીએ જે શખ્સોના નામ લીધા એમની જગ્યાએ અન્ય બીજા શખ્સોની અટક બતાવવામાં આવી છે.

સનસનીખેજ મામલે થયેલા ખુલાસામાં ભોપાળું કરતાં બુલંદશબેરના સસ્પેન્ડેડ એસએસપી વૈભવ કૃષ્ણે ઉત્તરપ્રદેશના પોલીસ મહાનિર્દેશકને પણ ગુમરાહ કર્યા હતા. બુલંદશહેર પહોંચેલા ડીજીપી અને ગૃહ સચિવને એસએસપીએ જણાવ્યું કે અટક કરાયેલા ત્રણ શખ્સોની પીડિત પરિવારે ઓળખ કરી છે.

ડીજીપીએ પત્રકારોને જણાવ્યું કે, હિરાસતમાં 15 શખ્સોને લેવાયા છે. જે શખ્સોના નામ પોલીસ મહાનિર્દેશકે જણાવ્યા હતા તે બુલંદશહેરના સુતારી ગામનો રઇશ, હરિયાણાના ફરીદાબાદના બબલુ અને પંજાબના ભટિંડાનો નરેશ ઠાકુર હતો. પોલીસે આ આધારે જ આ સમગ્ર મામલે ખુલાસાનો દાવો કર્યો હતો.

જોકે જિલ્લાની પોલીસે ડીજીપીને જે કંઇ પણ જણાવ્યું એ બધુ જ બોગસ હતું. બે દિવસથી બુલંદશહેરના એસએસપી વૈભવ કૃષ્ણ આ ગેંગ ઘુમંતૂ કે બાબરિયા ગેંગ હોવાનો દાવો કરી રહ્યા હતા.

પોલીસે જેમની અટક બતાવી છે તે ત્રણેય શખ્સો બુલંદશહેર અને આસપાસના રહેવાસી છે. હવે એસએસપીના દાવાની હવા નીકળી ગઇ છે. ડીજીપીનો દાવો ખોટો સાબિત થઇ ચુક્યો છે કારણ કે હવે પોલીસે ધરપકડસ કરેલા બે બદમાશો બદલાઇ ગયા છે.
First published:

Tags: ઉત્તર પ્રદેશ, ગેંગ રેપ, પોલીસ`

विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन