Home /News /gujarat /

ઉત્તરાખંડના પૂર્વ સીએમ હરિશ રાવતે હાર્દિક પટેલ સાથે કરી મુલાકાત

ઉત્તરાખંડના પૂર્વ સીએમ હરિશ રાવતે હાર્દિક પટેલ સાથે કરી મુલાકાત

હાર્દિક સાથે મુલાકાત કરી રહેલા હરિશ રાવત

"હાર્દિક આ લોકો પાસે અપેક્ષા ન રાખે. મોદી અને તેમની સાથે જોડાયેલા લોકો અહંકારથી ભરાયેલા છે. આ લોકો લોકક્રાંતિમાં વિશ્વાસ નથી રાખતા."

    અમદાવાદઃ ઉત્તરાખંડના પૂર્વ સીએમ હરિશ રાવતે આજે 18 દિવસથી ઉપવાસ કરી રહેલા હાર્દિક પટેલ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન હરિશ રાવતે હાર્દિક પટેલને ઉપવાસ છોડી દેવા માટે વિનંતી કરી હતી.

    ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરિશ રાવત આજે અમદાવાદ આવી પહોંચ્યા હતા. હાર્દિક સાથે મુલાકાત પહેલા તેમણે  ન્યૂઝ18 ગુજરાતી સાથે વાતચીત કરતા અનેક મદ્દે ચર્ચા કરી હતી. જોકે, પાટીદાર સમાજને અનામત આપવા અંગે તેઓ મૌન જ રહ્યા હતા.

    લોકતંત્રની હત્યા

    હાર્દિક પટેલના ઉપવાસ આંદોલન અંગે વાતચીત કરતા હરિશ રાવકે કહ્યું કે, "હાર્દિકની ભાવનાથી પ્રેરિત થઈને હું અહીં આવ્યો છું. હાર્દિક મારો નાનો ભાઈ છે. ગુજરાતમાં તેની વાતને દબાવવામાં આવી રહી છે, તેની વાત લોકો સુધી પહોંચાડવા દેવામાં નથી આવતી. ગુજરાત હોય કે કેન્દ્ર, લોકતંત્ર માટે લડતા લોકોનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે. આ લોકતંત્રની હત્યા છે. ભાજપ બોલવાની આઝાદી સમાપ્ત કરવા માંગે છે."

    હાર્દિક સંઘર્ષની ભાવનાનો પ્રતિક

    "હાર્દિક પટેલ ગુજરાતમાં સંઘર્ષની ભાવનાનો પ્રતિક છે. આવા લોકોની સમાજ અને રાજ્યને જરૂર છે. હું તેમને વિનંતી કરીશ કે તમારું જીવન તમામ લોકો માટે જરૂરી છે. હાર્દિકે ઉપવાસનો ત્યાગ કરવો જોઈએ. હું હાર્દિકને આગ્રહ કરીશ કે પાણી સાથે મધનો પણ ઉપયોગ કરે જેનાથી લીવર અને કિડની પર ખરાબ અસર ન થાય. હું ગુજરાતની તમામ રાજકીય પાર્ટીઓ, સમાજિક અને ધાર્મિક સંસ્થાઓને વિનંતી કરીશ કે હાર્દિકને અનશન સમાપ્ત કરવા માટે સમજાવે."

    હાર્દિક આ લોકો પાસે અપેક્ષા ન રાખે

    "હાર્દિક પટેલને દબાવવો એ લોકતંત્ર માટે ઘાતક છે. સુપ્રીમે પણ છે કે પ્રેશર કૂકરને વધારે દબાવશો તો બ્લાસ્ટ થશે. દેશમાં ખેડૂતો અને ખેતીની હાલત દયનીય હોવાથી વિવિધ વિસ્તારોમાં આંદોલન થઈ રહ્યા છે. ખેડૂતોના દેવા માફીની હાર્દિકની માંગણી ઘણી જ તર્કસંગત છે. અમારી સરકારના એજન્ડામાં ખેડૂતોના દેવામાફીની યોજના છે. હાર્દિક આ લોકો પાસે અપેક્ષા ન રાખે. મોદી અને તેમની સાથે જોડાયેલા લોકો અહંકારથી ભરાયેલા છે. આ લોકો લોકક્રાંતિમાં વિશ્વાસ નથી રાખતા."
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Hardik Patel Fast, Paas, કોંગ્રેસ, હાર્દિક પટેલ

    આગામી સમાચાર