Home /News /gujarat /નિયમોની ઐસી તૈસી, પોલીસે બુલંદશહર ગેંગ રેપ પીડિતાના પિતાની ઓળખ કરી જાહેર

નિયમોની ઐસી તૈસી, પોલીસે બુલંદશહર ગેંગ રેપ પીડિતાના પિતાની ઓળખ કરી જાહેર

ઉત્તરપ્રદેશ પોલીસ તરફથી વધુ એક ભાંગરો વાટવામાં આવ્યો છે. બુલંદશહેર ગેંગ પેર મામલે પોલીસે શરૂઆતથી જાણે ભોપાળા કર્યા છે. વધુ એક વખત નિયમોની ઐસી તૈસી કરતાં પોલીસે ગેંગ રેપ પીડિતાના પિતાની ઓળખ જાહેર કરતાં વિવાદ ખડો થયો છે.

ઉત્તરપ્રદેશ પોલીસ તરફથી વધુ એક ભાંગરો વાટવામાં આવ્યો છે. બુલંદશહેર ગેંગ પેર મામલે પોલીસે શરૂઆતથી જાણે ભોપાળા કર્યા છે. વધુ એક વખત નિયમોની ઐસી તૈસી કરતાં પોલીસે ગેંગ રેપ પીડિતાના પિતાની ઓળખ જાહેર કરતાં વિવાદ ખડો થયો છે.

  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #ઉત્તરપ્રદેશ પોલીસ તરફથી વધુ એક ભાંગરો વાટવામાં આવ્યો છે. બુલંદશહેર ગેંગ પેર મામલે પોલીસે શરૂઆતથી જાણે ભોપાળા કર્યા છે. વધુ એક વખત નિયમોની ઐસી તૈસી કરતાં પોલીસે ગેંગ રેપ પીડિતાના પિતાની ઓળખ જાહેર કરતાં વિવાદ ખડો થયો છે.

બુલંદશહેર ગેંગ રેપ કેસ મામલે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં મેરઠ ઝોનના આઇજી સુજીત કુમાર પાંડેએ પીડિત પરિવારની ઓળખ ઉજાગર જ ન કરી પરંતુ એમને કેમેરાની સામે પણ રજુ કર્યા. વાસ્તવમાં બુલંદશહેર ગેંગ રેપ કાંડમાં આજે ઉત્તરપ્રદેશ પોલીસના મેરઠ ઝોનના આઇજી મીડિયા સામે આવ્યા હતા.

આ પ્રેસ કરવાનો હેતુ આ મામલે ધરપકડ કરાયેલા મુખ્ય આરોપી સહિત છ લોકો અંગે પોલીસના ઓપરેશન અંગે મીડિયાને વિગતો આપવાની હતી. પરંતુ આ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે પીડિત પરિવારની ઓળખ જાહેર કરી દીધી.

તેમણે પીડિતાના પિતાનું નામ પણ લીધુ અને એમને કેમેરાની સામે પણ લાવ્યા. જ્યારે સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન મુજબ યૌન પીડિતની ઓળખ જાહેર કરી શકાતી નથી.

યૂપી પોલીસે બુલંદશહેર ગેંગરેપના મુખ્ય આરોપી સલીમ બાવરિયા સહિત ત્રણ લોકોની ધરપકડ કરી હતી. કહેવાઇ રહ્યું છે કે, પોલીસે બાવરિયાને રાજસ્થાનથી પકડ્યો હતો. આ કેસને લઇને યૂપી પોલીસ આજે મહત્વનો ખુલાસો કરી શકે છે. માનવામાં આવે છે કે, પીડિત પરિવારે બાવરિયા ગેંગની ઓળખ કરી લીધી છે.

અહીં નોંધનિય છે કે, 29 જુલાઇની રાતે હાઇવે 91 પર નોએડાથી શાહજહાંપુર જતી વખતે કાર સવાર પરિવારને બંધક બનાવી લૂંટ કરવામાં આવી અને મા પુત્રી સાથે ગેંગ રેપ કરવામાં આવ્યો હતો.
First published:

Tags: ઉત્તર પ્રદેશ, ક્રાઇમ, ગેંગ રેપ, પોલીસ`, બળાત્કાર

विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन