Home /News /gujarat /ભારત અને અમેરિકા મળીને રોકશે ચીનની 'દાદાગીરી', સેના મામલે થશે મહત્વના કરાર
ભારત અને અમેરિકા મળીને રોકશે ચીનની 'દાદાગીરી', સેના મામલે થશે મહત્વના કરાર
# ભારત અને અમેરિકા વચ્ચે આપ-લે સમજૂતી નિયમ હેઠળ મહત્વના કરાર થયા છે. જેમાં બન્ને દેશોની સેના એક-બીજાનો સરસામાન અને સંરક્ષણ સ્થળોનો ઉપયોગ મેન્ટેનેન્સ અને પુરવઠા માટે કરી શકશે.
# ભારત અને અમેરિકા વચ્ચે આપ-લે સમજૂતી નિયમ હેઠળ મહત્વના કરાર થયા છે. જેમાં બન્ને દેશોની સેના એક-બીજાનો સરસામાન અને સંરક્ષણ સ્થળોનો ઉપયોગ મેન્ટેનેન્સ અને પુરવઠા માટે કરી શકશે.
નવી દિલ્હી# ભારત અને અમેરિકા વચ્ચે આપ-લે સમજૂતી નિયમ હેઠળ મહત્વના કરાર થયા છે. જેમાં બન્ને દેશોની સેના એક-બીજાનો સરસામાન અને સંરક્ષણ સ્થળોનો ઉપયોગ મેન્ટેનેન્સ અને પુરવઠા માટે કરી શકશે.
આ મુદ્દાને લઇને ગત યુપીએ સરકારના સમયમાં કરાર થઇ શક્યો ન હતા. રક્ષા મંત્રી મનોહર અને ભારતના પ્રવાસે આવેલા અમેરિકાના રક્ષા મંત્રી એશ્ટન કાર્ટરે સ્પષ્ટ કર્યું કે, કરાર પર આગામી અમુક અઢવાડિયા અથવા મહિનાની અંદર હસ્તાક્ષર થઇ જશે અને આનો મતલબ ભારતની ધરતી પર અમેરિકન સૈનિકોની તૈનાતી નથી.
દ્વિપક્ષી સંરક્ષણ કરારને મજબૂતી આપતા બન્ને પક્ષ પોત-પોતાના રક્ષા વિભાગો અને વિદેશ મંત્રાલયના અધિકારીઓના વચ્ચે મેરીટાઇમ સિક્યોરિટી ડાયલોગ સ્થાપિત કરવા માટે સહમત થયા છે. ભારત અને અમેરિકા બન્નેના સંશોધકની સ્વતંત્રતા અને આંતરરાષ્ટ્રીય સ્તરના કાયદાની જરૂરિયાત પર ભાર મુક્યો છે. દક્ષિણ ચીનના વધતા હસ્તક્ષેપને જોતા કદાચ આવું કરવામાં આવ્યું છે.
સાઉથ બ્લોક માં પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક બાદ બન્ને દેશોએ સબમરીન થી સંબંધિત મુ્દ્દાઓને કવર કરવા માટે નૌકાદળ સ્તરના સમબમધ મજબૂત કરવાનો નિર્ણય લીધો છે. બન્ને દેશ નજીકના ભવિષ્યમાં 'વ્હાઇટ શિપિંગ' કરાર કરી સમુદ્રી વિસ્તારમાં સહયોગને વધુ વધારશે.
કાર્ટરે કહ્યું કે, ભારત અને અમેરિકા રક્ષા કોમર્સ અને ટેકનોલોજી ના પહેલ હેઠળ બે નવા પ્રોજેક્ટ્સ પર સહમત થયા છે. જેમાં વ્યૂહાત્મક જૈવિક સંશોધન એકમનો પણ સમાવેશ છે.
ભારત-અમેરિકા વચ્ચે વધતા રક્ષા સહયોગ પર પર્રિકરે કહ્યું કે, કારણ કે અમારા વચ્ચે સહયોગ વધી રહ્યો છે, એટલે આ પ્રકારના કરારને અમલમાં કરવા માટે અમારે વ્યવસ્થા બનાવવી પડશે. આ દ્રષ્ટિકોણમાં રક્ષા મંત્રી કાર્ટર અને હું આગામી મહિનામાં લોજિસ્ટિક્સ એક્સચેન્જ મેમોરેન્ડમ ઓફ એગ્રીમેન્ટ (એલઇએમઓએ) કરવામાં માટે સહમત છે.