Home /News /gujarat /

ઉરી હુમલો: રક્ષા મંત્રી મનોહર પારિકરે ઠોસ પગલાં લેવા આપ્યા આદેશ

ઉરી હુમલો: રક્ષા મંત્રી મનોહર પારિકરે ઠોસ પગલાં લેવા આપ્યા આદેશ

રક્ષા મંત્રી મનોહર પારીર્કરે સેનાના અધિકારીઓને ઉરી હુમલા સામે વળતો જવાબ આપવા માટે આદેશ આપ્યો છે. અહીં નોંધનિય છે કે, જમ્મુ કાશ્મીરના ઉરીમાં થયેલા આતંકી હુમલામાં ભારતીય સેનાના 17 જવાનો શહીદ થયા છે અને 20 ઘાયલ થયા છે.

  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #રક્ષા મંત્રી મનોહર પારીર્કરે સેનાના અધિકારીઓને ઉરી હુમલા સામે વળતો જવાબ આપવા માટે આદેશ આપ્યો છે. અહીં નોંધનિય છે કે, જમ્મુ કાશ્મીરના ઉરીમાં થયેલા આતંકી હુમલામાં ભારતીય સેનાના 17 જવાનો શહીદ થયા છે અને 20 ઘાયલ થયા છે.

રક્ષા મંત્રી પારિર્કરે હોસ્પિટલમાં ઘાયલ જવાનોની મુલાકાત લીધી હતી અને સંવેદના વ્યક્ત કરી હતી. બારામુલા જિલ્લાના ઉરી સ્થિત સેનાના 10 ડોગરા રેજીમેન્ટના વહીવટી બેઝ પર પાકિસ્તાન સ્થિત જૈશ એ મોહમ્મદના શંકાસ્પદ આતંકવાદીઓ દ્વારા કરાયેલા હિચકારા હુમલા બાદ રક્ષા મંત્રી મનોહર પારીકર ઘટના સ્થળે મુલાકાત લેવા પહોંચ્યા હતા.

રક્ષા મંત્રીએ કહ્યું કે, આ નૃશંસ હુમલામાં શહીદ થયેલા 17 બહાદુર સૈનિકાના બલિદાન બેકાર નહીં જાય અને એના માટે જવાબદારો વિરૂધ્ધ ઠોસ કાર્યવાહી કરવામાં આવશે. પાર્રિકરે શ્રીનગરમાં હોસ્પિટલ જઇને ઘાયલ સૈનિકો સાથે પણ મુલાકાત કરી હતી અને અધિકારીઓને ઉત્તમથી ઉત્તમ જે બની શકે એ સારવાર આપવા માટે કહ્યું હતું.
First published:

Tags: આતંકવાદી હુમલો, ઉરી આતંકી હુમલો, જમ્મુ કાશ્મીર, મનોહર પરિકર, રક્ષા મંત્રી

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन