નવી દિલ્હી #જમ્મુ કાશ્મીરના ઉરીમાં સૈન્ય છાવણીમાં કરાયેલા આતંકી હુમલાને લઇને ભારત સરકારે કડક પગલાં ભર્યા છે. સરકારે ઉરીમાં સુરક્ષામાં ક્ષતિ બદલ મોટી કાર્યવાહી કરતાં બ્રિગેડ કમાન્ડર બ્રિગેડિયર સોમા શંકરને હટાવી દીધા છે અને કર્નલ યશપાલને એમના સ્થાને મુક્યા છે.
બ્રિગેડિયર યશપાલ આજે પદભાર સંભાળશે. સેનાના સુત્રોએ જણાવ્યું કે, નિષ્પક્ષ તપાસ માટે આ પગલું ભરાયું છે.
રક્ષા મંત્રી મનોહર પારિકરે ઉરી હુમલામાં ક્યાંક ને ક્યાંક ક્ષતિ થયાનો સ્વીકાર કર્યો હતો. તેમણે સ્વીકાર્યું હતું કે, જરૂરથી ક્યાંક ભૂલ થઇ છે. અમે ક્ષતિ શોધી એને સુધારશું. પારિકરનું આ નિવેદન ઉરી હુમલાના ચાર દિન બાદ આવ્યું હતું.
તે ભારતીય સેના પ્રમુખ દલવીરસિંબહ સુહાગ આજે સુરક્ષાને પગલે જમ્મુ કાશ્મીરની મુલાકાતે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર