Home /News /gujarat /

ઉરી એટેક મામલે હવે PM નિવાસ 7RCR ખાતે મહત્વની બેઠક

ઉરી એટેક મામલે હવે PM નિવાસ 7RCR ખાતે મહત્વની બેઠક

જમ્મુ કાશ્મીરના ઉરી સેક્ટરમાં ગઇ કાલે વહેલી સવારે આર્મી કેમ્પ પર કરાયેલા હિચકારા હુમલાને પગલે બેઠકોનો દોર ચાલી રહ્યો છે. ગૃહમંત્રી સાથેની ઉચ્ચ અધિકારીઓની બેઠક બાદ હવે વડાપ્રધાન નિવાસ ખાતે મહત્વની બેઠક ચાલી રહી છે.

  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #જમ્મુ કાશ્મીરના ઉરી સેક્ટરમાં ગઇ કાલે વહેલી સવારે આર્મી કેમ્પ પર કરાયેલા હિચકારા હુમલાને પગલે બેઠકોનો દોર ચાલી રહ્યો છે. ગૃહમંત્રી સાથેની ઉચ્ચ અધિકારીઓની બેઠક બાદ હવે વડાપ્રધાન નિવાસ ખાતે મહત્વની બેઠક ચાલી રહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસ 7RCR ખાતે ઉરી આતંકી હુમલા મામલે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી. જેમાં ગૃહમંત્રી રાજનાથસિંહ, રક્ષા મંત્રી મનોહર પારિકર, નાણામંત્રી અરૂણ જેટલી, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, સૈન્ય પ્રમુખ જનરલ દલબીરસિંહ સુહાગ ઉપરાંત અન્ય ઉચ્ચ અધિકારીઓ આ બેઠકમાં જોડાયા છે.

ઉરીમાં આર્મી હેક્વાર્ટર પર થયેલા હુમલા અંગેની જાણકારી વડાપ્રધાનને આપવામાં આવી. સુત્રોના જણાવ્યા અનુસાર બેઠકમાં પીએમ દ્વારા સૈન્યને કાર્યવાહી કરવાની સુચના આપી હોવાનું આંતર રાષ્ટ્રીય કક્ષાએ પાકિસ્તાનને અલગ કરવા માટે કામગીરી તેજ બનાવવા કહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.
First published:

Tags: આતંકવાદી હુમલો, ઉરી આતંકી હુમલો, નરેન્દ્ર મોદી, રાજનાથસિંહ, વડાપ્રધાન

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन