Home /News /gujarat /

LIVE : સંસદમાં ઉત્તરાખંડ મામલે હંગામો, 'લોકતંત્રના હત્યારાઓ શરમ કરો' થયા સુત્રોચ્ચાર

LIVE : સંસદમાં ઉત્તરાખંડ મામલે હંગામો, 'લોકતંત્રના હત્યારાઓ શરમ કરો' થયા સુત્રોચ્ચાર

#જેવી શક્યતા હતી એવું જ આજે થયું, આજથી શરૂ થયેલા બજેટ સત્રના બીજા તબક્કામાં ઉત્તરાખંડને લઇને સંસદમાં હંગામો થયો હતો. લોકતંત્રના હત્યારાઓ હવે તો શરમ કરો સહિતના નારા ઉઠ્યા હતા તો કોંગ્રેસને આ વિરોધમાં લેફ્ટ, જેડીયૂ અને બીજા વિપક્ષી પક્ષોનો પણ સાથ મળ્યો હતો. વિપક્ષના બંને સદનોમાં સરકારને ઘેરાવ કરાયો હતો અને જોરદાર સુત્રોચ્ચાક કરાયા હતા. રાજ્યસભામાં કોંગ્રેસ પોસ્ટર પણ લહેરાવ્યા હતા.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #જેવી શક્યતા હતી એવું જ આજે થયું, આજથી શરૂ થયેલા બજેટ સત્રના બીજા તબક્કામાં ઉત્તરાખંડને લઇને સંસદમાં હંગામો થયો હતો. લોકતંત્રના હત્યારાઓ હવે તો શરમ કરો સહિતના નારા ઉઠ્યા હતા તો કોંગ્રેસને આ વિરોધમાં લેફ્ટ, જેડીયૂ અને બીજા વિપક્ષી પક્ષોનો પણ સાથ મળ્યો હતો. વિપક્ષના બંને સદનોમાં સરકારને ઘેરાવ કરાયો હતો અને જોરદાર સુત્રોચ્ચાક કરાયા હતા. રાજ્યસભામાં કોંગ્રેસ પોસ્ટર પણ લહેરાવ્યા હતા.

રાજ્યસભામાં કાર્યવાહી શરૂ થતાં જ કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે સંસદમાં ઉત્તરાખંડ મુદ્દે ચર્ચા કરવાની માંગ કરી હતી. તેમણે કહ્યું કે ઉત્તરાખંડમાં કોંગ્રેસની સરકારને તોડી પાડવામાં આવી છે. દેશમાં લોકતંત્રનું અપમાન કરવામાં આવી રહ્યું છે. કેન્દ્ર સરકાર જાણી જોઇને વિપક્ષને ભડકાવી રહી છે.

આ મુદ્દે સંસદીય કાર્ય રાજ્ય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું કે, કોર્ટમાં ચાલી રહેલા મુદ્દે ચર્ચા કરી ના શકાય. મુખ્તારે હંગામા વચ્ચે કહ્યું કે, વિપક્ષ મોદી સરકારનું સારૂ કામ જોઇ શકતી નથી.

ચર્ચા કરવાની માંગને લઇને કોંગ્રેસી સાંસદો વેલ સુધી ધસી આવ્યા હતા અને લોકતંત્રના હત્યારાઓ હવે તો શરમ કરોના નારા લગાવ્યા હતા. ઉપ સભાપતિના હસ્તક્ષેપ બાદ સાંસદોને શાંત કરવામાં આવ્યા હતા. જેને પગલે સંસદની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરવી પડી હતી. ફરીથી કાર્યવાહી શરૂ થતાં પણ હંગામાનો સૂર ઉઠ્યો હતો. જે બાજ બપોરે 2 વાગ્યા સુધી કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે.

લોકસભામાં પણ હંગામો
લોકસભામાં પણ આ મામલે જોરદાર હંગામો થયો હતો. કોંગ્રેસે જોરદાર રીતે ઉત્તરાખંડનો મામલો ઉઠાવ્યો હતો. વિપક્ષના નેતા મલ્લિકાર્જુ ખડગેએ કહ્યું કે, જ્યાં જ્યાં વિપક્ષની સરકાર છે એને અસ્થિર કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે. આ પહેલા અરૂણાચલની સરકારને પણ તોડી પાડવામાં આવી હતી. આમ થશે તો દેશમાં લોકતંત્ર જેવું કંઇ રહેશે જ નહીં. કેન્દ્ર સરકાર બંધારણની વિરૂધ્ધ કામ કરી રહી છે.
First published:

Tags: ઉત્તરાખંડ વિવાદ, કેન્દ્ર સરકાર, કોંગ્રેસ, બજેટ સત્ર, રાજ્યસભા, લોકસભા, હંગામો

આગામી સમાચાર