Home /News /gujarat /યુ.પીથી ગુજરાત આવતી ટોળકી,રિવોલ્વર સાથે જતા ચોરી કરવા

યુ.પીથી ગુજરાત આવતી ટોળકી,રિવોલ્વર સાથે જતા ચોરી કરવા

અમદાવાદઃઅમદાવાદની અમરાઈવાડી પોલીસે રાતના સમય ઘરફોડ ચોરી કરતી ગેંગની ધરપકડ કરી છે.પોલીસે બે સોનીઓ સહિત સાત લોકોને હથિયાર અને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે.તમામ આરોપીઓ યુ.પીથી ચોરી કરવા માટે ગુજરાતમાં આવતા હતા.

  • Pradesh18
  • Last Updated :
અમદાવાદઃઅમદાવાદની અમરાઈવાડી પોલીસે રાતના સમય ઘરફોડ ચોરી કરતી ગેંગની ધરપકડ કરી છે.પોલીસે બે સોનીઓ સહિત સાત લોકોને હથિયાર અને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે.તમામ આરોપીઓ યુ.પીથી ચોરી કરવા માટે ગુજરાતમાં આવતા હતા.

પોલીસની ગિરફતમાં ઉભેલા આ તમામ શખ્સો યુ.પીના રહેવાસી છે..આ કુખ્યાત આરોપીઓ છે ધર્મેન્દ્ર ઉર્ફે ગુડ્ડન મિશ્રા,પ્રમોદકુમાર સરોજ,શ્રવણ જોષી,પ્રેમચંદ પાસી,સુરજ સરોજ,રાકેશ પાસી અને રાજેશ પાસી.આ ગેંગનો માસ્ટર માંઈડ છે ધર્મેન્દ્ર.આરોપી ધર્મેન્દ્ર પહેલા જે શહેરમાં ચોરી કરવાની હોય તે શહેરમાં ભાડે મકાન રાખી રહેવા લાગતો હતો અને ત્યાર બાદ પોતાના અન્ય સાગરિતોને યુ.પીથી બોલાવી રાતના સમય ચોરીઓ કરતો હતો.

અમરાઈવાડી પોલીસને માહિતી મળી હતી કે આરોપી ન્યુ કોટન ચાર રસ્તા પાસેથી નિકળવાના છે જે માહિતીના આધારે આરોપીની ધરપકડ કરવામાં આવી અને તેમની પાસેથી ચોરી કરવા માટેના સાધનો સહિત ચોરીના મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યા હતા.ત્યાર બાદ તેમના ઘરે સર્ચ કરતા રિવોલ્વર સહિત કુલ 10 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.

સોનું ચોરી તુરંત ગાળી દેતા

પોલીસ તપાસમાં બહાર આવ્યુ છે કે આરોપી પોતાની પાસે ગિલોર પણ રાખતા હતા. જેથી પહેલા ઘરમાં પથ્થર મારી તપાસ કરી લેતા કે ઘરમાં કોઈ છે કે કેમ અને ત્યાર બાદ તે ઘરમાં ચોરીઓ કરતા હતા.નોધનીય છે કે આ ગેંગમાં બે સોનીઓ છે જે રાકેશ અને રાજેશ છે અને આ બન્ને સોનીઓ ચોરી અથવા લુંટનો મુદ્દામાલ તાત્કાલિક ગાળી દેતા હતા જેથી પોલીસના હાથે કંઈ આવી શકે નહી.

મહત્વનુ એ છે કે આ ગેંગનો મુખ્ય આરોપી ધર્મેન્દ્રની કહાની પણ ફિલ્મી છે.

કંડક્ટરમાંથી બની ગયો મોટો ચોર

આરોપી પહેલા કંડકટરનો કામ કરતો હતો પરંતુ ટિકટના કૌભાંડમાં પકડાઈ જતા તેને નોકરીમાંથી કાઢી દેવામાં આવ્યો હતો અને ત્યાર બાદ તે ફાઈનાન્સ કંપનીમાં કામ કરતો હતો.આરોપીની વધુ માહિતી માટે શહેર પોલીસે યુ.પી પોલીસને પણ સંપર્ક કર્યુ છે.
First published:

Tags: ક્રાઇમ, ગુનો, ચોર ટોળકી

विज्ञापन
विज्ञापन