નવી દિલ્હી #ઉત્તરપ્રદેશના રાજકારણમાં બદલાવનું વાવાઝોડું ફૂંકાઇ રહ્યું છે. ભાજપના વાવાઝોડામાં સમાજવાદી પાર્ટી અને બહુજન પાર્ટી સહિત પાર્ટીઓ બાજુમાં મુકાઇ ગઇ છે.
ઉત્તરપ્રદેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહનો જાદુ કારગત નીવડતો દેખાઇ રહ્યો છે. યૂપીમાં 430 બેઠકો પર મતગણતરી ચાલી રહી છે. જેમાં સામે આવી રહેલા પ્રાથમિક ટ્રેન્ડમાં ભાજપનો ડંકો જોવા મળી રહ્યો છે. ભાજપ 100 કરતાં વધુ બેઠકો કરતાં આગળ છે તો સપા, બસપા પાછળ પડી રહ્યા છે.