દેશવાસીઓની નજર જેની પર મંડાઇ છે એ ઉત્તરપ્રદેશ વિધાનસભાના સચોટ પરિણામ આડે હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. આ સંજોગોમાં ગુરૂવાર સાંજથી શરૂ થયેલ એક્ઝિટ પોલમાં ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી રહી છે. પરંતુ સટ્ટા બજારની વાત કરીએ તો અહીં અલગ ચિત્ર જોવા મળી રહ્યું છે. સટ્ટા બજારમાં અખિલેશની સરકાર બનતી દેખાઇ રહી છે. સમાજવાદી કોંગ્રેસ ગઠબંધન સૌથી વધુ બેઠકો સાથે આગળ ચાલી રહી છે.
દેશવાસીઓની નજર જેની પર મંડાઇ છે એ ઉત્તરપ્રદેશ વિધાનસભાના સચોટ પરિણામ આડે હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. આ સંજોગોમાં ગુરૂવાર સાંજથી શરૂ થયેલ એક્ઝિટ પોલમાં ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી રહી છે. પરંતુ સટ્ટા બજારની વાત કરીએ તો અહીં અલગ ચિત્ર જોવા મળી રહ્યું છે. સટ્ટા બજારમાં અખિલેશની સરકાર બનતી દેખાઇ રહી છે. સમાજવાદી કોંગ્રેસ ગઠબંધન સૌથી વધુ બેઠકો સાથે આગળ ચાલી રહી છે.
અમદાવાદ #દેશવાસીઓની નજર જેની પર મંડાઇ છે એ ઉત્તરપ્રદેશ વિધાનસભાના સચોટ પરિણામ આડે હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. આ સંજોગોમાં ગુરૂવાર સાંજથી શરૂ થયેલ એક્ઝિટ પોલમાં ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી રહી છે. પરંતુ સટ્ટા બજારની વાત કરીએ તો અહીં અલગ ચિત્ર જોવા મળી રહ્યું છે. સટ્ટા બજારમાં અખિલેશની સરકાર બનતી દેખાઇ રહી છે. સમાજવાદી કોંગ્રેસ ગઠબંધન સૌથી વધુ બેઠકો સાથે આગળ ચાલી રહી છે.
એક્ઝિટ પોલમાં ભાજપ, સટ્ટામાં ગઠબંધન
ઉત્તરપ્રદેશના રાજકીય દંગલમાં 403 બેઠકો માટે સાત તબક્કામાં મતદાન થયું છે. મતપેટીમાં કેદ થયેલા ઉમેદવારોના ભાવિ શનિવારે ખુલવાના છે ત્યાં હાલ એક્ઝિટ પોલ અને સટ્ટા બજારમાં ભારે ગરમાગરમી જોવા મળી રહી છે. પરંતુ બંનેમાં અલગ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. એક્ઝિટ પોલમાં ભાજપ તો સટ્ટા બજારમાં કોંગ્રેસ-સપાનો ઘોડો જીતમાં છે.
ગુજરાત@ગઠબંધનને 220-225 બેઠક
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરે ચૂંટણી લડનાર ભાજપ એક્ઝિટ પોલમાં આગળ છે પરંતુ સટ્ટા બજારમાં પાછળ છે. ગુજરાત સહિત દેશના અન્ય મહત્વના શહેરોના સટ્ટા બજારમાં ભાજપનો ઘોડો ધીમો પડી રહ્યો છે. ગુજરાત સટ્ટા બજારની વાત કરીએ તો અહીં સૌથી વધુ ભાવ સપા કોંગ્રેસ ગઠબંધનનો છે. સપા કોંગ્રેસના ગઠબંધનને 220-225 બેઠકો મળી રહી છે તો ભાજપને 100-102 અને બસપાને 60-62 બેઠકો મળી રહી છે.
મુંબઇ@ગઠબંધનને 270 બેઠક
દેશની આર્થિક નગરી મુંબઇની વાત કરીએ તો અહીં પણ સટ્ટા બજારમાં ગઠબંધન હોટ ફેવરીટ છે. ગઠબંધનનું 270 બેઠકો જીતનું વલણ જોવા મળી રહ્યું છે. જ્યારે ભાજપ માંડ 100 બેઠકો જીતી રહ્યું હોવાનું ચાલી રહ્યું છે. જ્યારે બસપા 67 બેઠકો સુધી જીતી શકે એમ હોવાનું વલણ છે.
દિલ્હી@ગઠબંધનને 233, ભાજપને94
દિલ્હી સટ્ટાબજારની વાત કરીએ તો અહીં પણ ભાજપ કરતાં ગઠબંધન જીત માટે હોટ ફેવરીટ છે. દિલ્હી સટ્ટા બજારના આંકડા જોઇએ તો ગઠબંધનને 233 બેઠકો, ભાજપને 94 અને બસપાને 68 બેઠકો મળી શકવાની સંભાવના ચાલી રહી છે.
મધ્યપ્રદેશ@ગઠબંધનને 239, ભાજપને 80
મધ્યપ્રદેશના સટ્ટા બજારની વાત કરીએ તો અહીં પણ સપા કોંગ્રેસની યૂતિ જ જીતતી દેખાય છે. અહીંના સટ્ટા બજારમાં ગઠબંધનને 236થી239 બેઠકો જ્યારે ભાજપાને 100 કરતાં પણ અંદર એટલે કે 77-80 બેઠકો મળતી દેખાય છે અને બસપાને 61થી63 બેઠકો મળતી દેખાઇ રહી છે.