Home /News /gujarat /યૂપી ચૂંટણી પરિણામ 2017: કારમા પરાજય બાદ માયાવતીનો સનસનીખેજ આરોપ, ઇવીએમમાં ચેડા કરી ભાજપ જીત્યું

યૂપી ચૂંટણી પરિણામ 2017: કારમા પરાજય બાદ માયાવતીનો સનસનીખેજ આરોપ, ઇવીએમમાં ચેડા કરી ભાજપ જીત્યું

ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામ સામે આવ્યા બાદ બસપા સુપ્રીમો માયાવતીએ ભાજપ સરકાર સામે ચેડા કર્યાનો સનસનીખેજ આર્પો લગાવ્યો છે. માયાવતીનું કહેવું છે કે, વોટિંગ મશીનમાં ચેડાં કરવામાં આવ્યા છે. માયાવતીએ કહ્યું કે, સર્વવિદિત છે કે પાંચ રાજ્યોમાં થયેલ ચૂંટણી પરિણામો બતાવાઇ રહ્યા છે. જેમાં ખાસ કરીને યૂપી અને ઉત્તરાખંડના ચૂંટણી પરિણામો ચોંકાવનારા છે. જે કોઇને પણ ગળે ઉતરે એમ નથી.

વધુ જુઓ ...
    નવી દિલ્હી #ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામ સામે આવ્યા બાદ બસપા સુપ્રીમો માયાવતીએ ભાજપ સરકાર સામે ચેડા કર્યાનો સનસનીખેજ આરોપ લગાવ્યો છે.

    માયાવતીનું કહેવું છે કે, વોટિંગ મશીનમાં ચેડાં કરવામાં આવ્યા છે. માયાવતીએ કહ્યું કે, સર્વવિદિત છે કે પાંચ રાજ્યોમાં થયેલ ચૂંટણી પરિણામો બતાવાઇ રહ્યા છે. જેમાં ખાસ કરીને યૂપી અને ઉત્તરાખંડના ચૂંટણી પરિણામો ચોંકાવનારા છે. જે કોઇને પણ ગળે ઉતરે એમ નથી.

    માયાવતીએ આરોપ લગાવતાં કહ્યું કે, આ પરિણામોથી એવું લાગી રહ્યું છે કે, વોટિંગ મશીને ભાજપ સિવાય અન્ય કોઇ પાર્ટીના મત સ્વીકાર્યા નથી કે પછી અન્ય પાર્ટીના મત પણ ભાજપના ખાતામાં ચાલ્યા ગયા છે. પાર્ટી દ્વારા પ્રાપ્ત રિપોર્ટ મુજબ મુસ્લિમ વિસ્તારની બેઠક પણ ભાજપના ખાતામાં ચાલી ગઇ છે. જે દર્શાવે છે કે ઇવીએમમાં કંઇક ગરબડ કરવામાં આવી છે.

    માયાવતીએ કહ્યું કે, ભાજપે એક પણ મુસ્લિમને ટિકિટ આપી નથી. આમ છતાં મુસ્લિમ વિસ્તારમાં ભાજપને મત મળવા એ કંઇક ખોટું થયાનો ઇશારો કરી જાય છે. 2014 લોકસભા ચૂંટણીમાં પણ ખાસ કરીને યૂપીની ચૂંટણીના પરિણામમાં અમે આવી આશંકા વ્યક્ત કરી હતી. ઇવીએમમાં ચેડા કર્યા વગર આવું સંભવ નથી.
    First published:

    Tags: ઇવીએમ, ઉત્તરપ્રદેશ ચૂંટણી પરિણામ 2017, ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી, ચૂંટણી પરિણામ 2017, બસપા, માયાવતી

    विज्ञापन