Home /News /gujarat /

દલિત અત્યાચાર મામલે પંચાયતથી પાર્લામેન્ટ સુધી અસ્પૃશ્યતા નિવારણ ઝૂંબેશ

દલિત અત્યાચાર મામલે પંચાયતથી પાર્લામેન્ટ સુધી અસ્પૃશ્યતા નિવારણ ઝૂંબેશ

રાજ્યમાં અસ્પૃશ્યતા નાબુદી માટે રાજ્ય વ્યાપી કેમ્પેઇન કરી પંચાયતથી પાર્લામેન્ટ સુધી આવેદન પત્ર આપવામાં આવશે.

રાજ્યમાં અસ્પૃશ્યતા નાબુદી માટે રાજ્ય વ્યાપી કેમ્પેઇન કરી પંચાયતથી પાર્લામેન્ટ સુધી આવેદન પત્ર આપવામાં આવશે.

  મયુર માકડિયા, અમદાવાદઃ રાજ્યમાં વધી રહેલા દલિત અત્યાર મામલે અમદાવાદ જિલ્લાના સાણંદ દલિત શક્તિ કેન્દ્ર ખાતે દલિત સંગઠનોની એક સંમેલન મળ્યું હતું. દલિત સંગઠન આ સંમેલનમાં રાજ્યમાં અસ્પૃશ્યતા નાબુદી માટે રાજ્ય વ્યાપી કેમ્પેઇન કરી પંચાયતથી પાર્લામેન્ટ સુધી આવેદન પત્ર આપવામાં આવશે, આ કેમ્પેઇનનો પ્રારંભ 22 મેના રોજ કડી તાલુકાના લ્હોર ગામથી કરવામાં આવશે.

  સાણંદ ખાતે આવેલા દલિત શક્તિ કેન્દ્ર ખાતે દલિત સમુદાયનું સંમેલન યોજાયું હતુ. સંમેલનમાં દલિત નેતા જીગ્નેશ મેવાણી, દલિત શકિત કેન્દ્રનાં સ્થાપક માર્ટીન મેકવાન અને દલિત અગ્રણીઓ હાજરી આપી હતી. રાજ્યભરના અસ્પૃશ્યતા સામનો કરી રહેલા દલિતો પણ હાજરી આપી હતી. તાજેતરમા બનેલા વરઘોડા બનાવ મામલે સંમેલનમાં ચર્ચા ના કેન્દ્ર સ્થાને રહ્યો હતો. વરઘોડો રોકવાની જુદી જુદી પાંચ ઘટનાઓને વખોડી સમગ્ર રાજ્યમાં અસ્પૃશ્યતા નિવારવા અભિયાન પ્રારંભ કરવાની વાત આ સંમેલન કરવામાં આવી હતી.

  અહીં ક્લિક કરી વાંચોઃ ખંભીસર વરઘોડો વિવાદ: રાજ્ય સરકાર પીડિતોને આપશે 1 લાખ રૂપિયાની સહાય

  દલિત શકિત કેન્દ્રનાં સ્થાપક માર્ટિન મેકવાને દાવો પણ કર્યો હતો કે આજે પણ ગુજરાતના 1589 ગામોમાં જુદા જુદા સ્વરૂપની 96 થી 97 અસ્પૃશ્યતા જોવા મળી રહી છે, આ પ્રકારની અસ્પૃશ્યતા સમાજ અને દેશના વિકાસ માટે ખતરા સમાન છે. તે માટે જ દેશમાં પંચાયતથી પાર્લામેન્ટ સુધી અસ્પૃશ્યતા નિવારણ ઝૂંબેશની જરૂર છે.

  દલિત સંમેલનમા હાજર રહેલા વડગામનાં ધારાસભ્ય અને દલિત નેતા જીગ્નેશ મેવાણીનું કહ્યુ કે આજનું સંમેલન મુખ્ય આશય રાજ્યમાં વધી રહેલી અસ્પૃશ્યતા નાબૂદ કરવાં માટેનું છે. અસ્પૃશ્યતા નાબુદી માટે જાહેર જીવનમાં જોડાયેલા તમામ હોદેદારોની જવાબદારી છે. એટલા માટે જ અમે અસ્પૃશ્યતા નાબૂદ ઝૂંબેશનો પ્રારંભ કડીના લ્હોર ગામથી 22 મેનાં રોજ દલિત સમુદાય દ્વારા પ્રારંભ કરવામાં આવશે, જે અંતર્ગત રાજ્યના તમામ 182 ધારાસભ્યો, 26 સાંસદ સભ્ય, જિલ્લા પંચાયત,તાલુકા પંચાયત,અને ગ્રામ પંચાયતના સભ્યોને અસ્પૃશ્યતા નાબુદી માટેનું આવેદન પત્ર આપવામાં આવશે.

  સાણંદ ખાતે યોજાયેલા સંમેલનમાં દલિતો પ્રત્યેની અસ્પૃશ્યતા નાબૂદ જુમ્બેશ અંગે ઠરાવ કરવમાં આવ્યો છે. જેમાં જુદા જુદા દલિત સમાજના મુદ્દાઓ અંગે સરકારનું વલણ સ્પષ્ટ કરવાની માંગ કરવામાં આવી છે. આ ઝુંબેશ સમગ્ર રાજ્ય અને દેશ વ્યાપી બને તે માટે સોશિયલ મીડિયા, મીડિયા અને મિસકોલ નંબર દ્વારા પ્રચાર પ્રસાર કરવામાં આવશે.

  વિધાનસભામાં ચોમાસા સત્રમાં ઉઠશે દલિતોનો મુદ્દો

  રાજ્યમાં વધી રહેલા દલિત અત્યાચારને વિધાનસભાના ચોમાસા સત્ર દરમ્યાન વિધાનસભા ગૃહમાં ઉઠાવાની વાત વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા કરવાં આવી છે. જીગ્નેશ મેવાણી વિધાનસભાના આ સત્ર દરમ્યાન ઉના કાંડ,ભાનુભાઈ વણકરનો મામલો અને દલિતોના રોકવામાં આવેલા વર ઘોડા અંગે વિધાનસભામાં જુદા જુદા પ્રસ્તાવ મૂકી સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે.
  Published by:Sanjay Vaghela
  First published:

  Tags: Jignesh Mevani, Panchayat, Parliament, ઝુંબેશ

  આગામી સમાચાર