Home /News /gujarat /

ઉંઝાના ધારાસભ્ય આશાબેન પટેલનું નિધન, ડેન્ગ્યૂના કારણે મ્લટી ઓર્ગન થયા હતા ફેઇલ

ઉંઝાના ધારાસભ્ય આશાબેન પટેલનું નિધન, ડેન્ગ્યૂના કારણે મ્લટી ઓર્ગન થયા હતા ફેઇલ

ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલ

  અમદાવાદ : ઉંઝાના ધારાસભ્ય આશાબેન પટેલનું (Asha patel health updat) આજે નિધન થયું છે. તેમની સારવાર ઝાયડસ હોસ્પિટલમાં ચાલી રહી હતી. દિલ્હીથી સાતમી તારીખે પરત ફર્યા બાદ અચાનક તબિયત લથડતાં આશા પટેલને અમદાવાદ સ્થિત ઝાયડસ હોસ્પિટલ લવાયા હતાં. ડેન્ગ્યુને કારણે લિવર ડેમેજ થતાં સ્થિતિ ગંભીર બનતાં તેમને વેન્ટિલેટર પર મૂકાયા હતાં.  ડેન્ગ્યૂના કારણે તેમના શરીરના અનેક અવયવો ફેઇલ થયા હતા.

  નીતિન પટેલ અને સી.આર પાટીલ આજે સવારે જ મળ્યા હતા

  આજે સવારે જ ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર પાટીલ (C.R. Patil) અને નીતિન પટેલે (Nitin Patel) હોસ્પિટલમાં આશાબેનની ખબર પૂછવા ગયા હતા. જે બાદ સી.આર પાટીલે મીડિયાને જણાવ્યુ હતુ કે, આશાબેનને સવારે 10 વાગ્યા સુધી રિકવરી આવતી હતી પરંતુ હવે રિકવરી આવી નથી રહી. જેથી ડોક્ટરોએ જણાવ્યુ છે કે, આશાબેનની તબિયત ઘણી ક્રિટિકલ છે. નોંધનીય છે કે, દિલ્હીથી પરત ફર્યા બાદ અચાનક તબિયત લથડતાં આશા પટેલને અમદાવાદ સ્થિત ઝાયડસ હોસ્પિટલ (Zydus Hospital, Ahmedabad) લવાયા હતાં.

  પાટીલે કહ્યુ હતુ કે, 'તેમની બોડી રિસ્પોન્ડ નથી કરતી'

  સી.આર. પાટીલે આશાબેનની તબિયત અંગે જણાવતા કહ્યુ હતુ કે, મારી અને નીતિન પટેલની ડોક્ટરો સાથે વાત થઇ છે. તેમણે જણાવ્યુ છે કે તેમની સ્થિતિ અત્યંત ક્રિટિકલ છે. ડોક્ટરો પુરતો પ્રયત્ન કરી રહ્યા છે. બધા પ્રયત્નો પછી પણ એમની તરફથી જે સપોર્ટ મળવો જોઇએ તે નથી મળી રહ્યો. તેમના અવયવોમાં નુકસાન થઇ રહ્યું છે. તેના કારણે સ્થિતિ કાબૂ બહાર જઇ રહી છે. આજે સવારે દસ વાગ્યાથી તેમની બોડી રિસ્પોન્ડ કરતી નથી. છતાં ડોક્ટરો પૂરતો પ્રયત્ન કરી રહ્યા છે.

  આ પણ વાંચો -  ‘ભવ્ય કાશી દિવ્ય કાશી’ અભિયાન અંતર્ગત દેશના ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓને આમંત્રણ, વડાપ્રધાન સાથે બેઠક પણ થશે

  ડેન્ગ્યૂને કારણે તબિયત લથડી હતી

  ધારાસભ્ય આશાબેન પટેલ તા.7મીએ દિલ્હીથી ઉંઝા પરત ફર્યા હતાં. ડેન્ગ્યૂને કારણે અચાનક જ તબિયત કથળી હતી. જેના કારણે લિવર ડેમેજ થયુ હતું. બે દિવસ સુધી તેમની સારવાર સ્થાનિક હોસ્પિટલમાં કરવામાં આવી હતી પણ તબિયત વધુ લથડતાં આશાબેન પટેલને વધુ સારવાર માટે તાકીદે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતાં.

  આ પણ વાંચો- ગુજરાતના તમામ મહત્ત્વના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો.

  મુખ્યમંત્રીએ પણ હોસ્પિટલમાં ખબરઅંતર પૂછ્યા હતાં

  આ વાતની જાણ થતાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હોસ્પિટલ પહોંચ્યા હતાં. જયાં તેમણે ડોક્ટરો સાથે વાતચીત કરી આશા પટેલના ખબરઅંતર પૂછ્યા હતાં. પંચાયત મંત્રી બ્રિજેશ મેરઝા સહિતના મંત્રી-ધારાસભ્યો પણ હોસ્પિટલ પહોંચ્યા હતાં. મોડી સાંજે ડોક્ટરોએ જણાવ્યું હતુંકે, હાલ તેમનું ડાયાલિસિસ કરવામાં આવી રહ્યુ છે. તેઓને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રખાયા છે.
  કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા.  આશાબેન પટેલ 2017ની ચૂંટણીમાં ઉઝા બેઠક પર કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવ્યા હતાં.પણ તા.2 જી ફેબુ્રઆરી,2019માં કોગ્રેસમાંથી રાજીનામુ આપી ભાજપમાં જોડાયા હતાં. ભારે રસાકસીભરી પેટાચૂંટણીમાં આશાબેન પટેલ વિજયી બન્યા હતાં.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: CR Paatil, Dycm nitin patel, Gujarat BJP, Unjha, Unjha MLA Asha Patel

  આગામી સમાચાર