Home /News /gujarat /કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પોતાના મત વિસ્તારમાં જુદા-જુદા વિકાસકાર્યોના લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પોતાના મત વિસ્તારમાં જુદા-જુદા વિકાસકાર્યોના લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા

અમિત શાહે કર્યું રેડ્યોલોજી કોલેજનું લોકાર્પણ

Amit Shah in Gujarat: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમના સંસદીય ક્ષેત્રના 300 કરોડથી વધુ કામો ખાતમુર્હુત અને લોકપર્ણ કરશે. 150 કરોડનાં ખર્ચે આકાર પામેલા બ્રિજ સહિત 20 કરોડના ખર્ચે અમદાવાદ નારણપુરામા આકાર પામેલા વૉટર ડિસ્ટીબ્યુશન સેન્ટર ખુલ્લું મુકશે. ગોતા અને થલતેજમાં 20 કરોડના ખર્ચે આકાર પામેલા પ્રધાનમંત્રી આવાસનું લોકપર્ણ કરશે. સરખેજમાં 5 કરોડ સરખેજ ગાર્ડનનું ડેવલોમેન્ટનો ચિતાર મેળવશે.

વધુ જુઓ ...
અમદાવાદ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે 26મી માર્ચે અમદાવાદ અને ગાંધીનગરમાં છે. અહીં તેઓ સાયન્સ સિટી,ગોતા અને થલતેજમાં રૂ. 306 કરોડનાં 900 આવાસોનું લોકાર્પણ કરશે. તેમજ આયુષમાન થીમ પર બનાવતા ગાર્ડનનું ખાતમુર્હૂત કરશે.આજનાં દિવસે જ તેઓ ત્રણથી વધુ સ્થળે જનસભાઓ સંબોધશે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ એક દિવસની ગુજરાત મુલાકાતે આવવાના છે ત્યારે તેમના સંસદીય ક્ષેત્રના 300 કરોડથી વધુ કામો ખાતમુર્હુત અને લોકપર્ણ કરશે. 150 કરોડનાં ખર્ચે બનેલાં બ્રિજ સહિત 20 કરોડના ખર્ચે અમદાવાદ નારણપુરામાં તૈયાર કરવામાં આવેલાં વૉટર ડિસ્ટીબ્યુશન સેન્ટર ખુલ્લું મુકશે. ગોતા અને થલતેજમાં 20 કરોડના ખર્ચે આકાર પામેલા પ્રધાનમંત્રી આવાસનું લોકપર્ણ કરશે. સરખેજમાં 5 કરોડ સરખેજ ગાર્ડનનું ડેવલોમેન્ટનો ચિતાર મેળવશે.







સોલા સિવિલ હોસ્પિટલના બ્લોક “સી” સામે ગ્રાઉન્ડ ફ્લોર પર ગાર્ડનની અંદર જગ્યામાં "આહાર કેન્દ્ર બનાવાયું છે. જેમાં રોજના આશરે એક હજાર જેટલા હોસ્પિટલમાં દાખલ દર્દીનાં સગા વ્હાલાને સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ભોજન વિના મુલ્યે આપવામાં આવશે. “આહાર કેન્દ્ર" માં ભોજન માટેનો સમય સવારે 9:00 થી બપોરે 1:00 વાગ્યાનો રહેશે. આ દર્દીઓના સગાવ્હાલાંઓને ભોજન માટે સ્વાસ્થ્યપ્રદ વાતાવરણમાં બેસીને જમી શકે તેમજ પીવાના ઠંડા પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં ઓડિયોલૉજી સ્પીચ લેંગ્વેજ પેથોલોજી કોલેજ તેમજ બ્લોક "સી" સામે ગ્રાઉન્ડ ફ્લોર પર ગાર્ડનની અંદર જગ્યામાં આહાર કેન્દ્રનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહના હસ્તે કરવામાં આવ્યું છે.

અમિત શાહે 826 જેટલા EWS આવાસોનું લોકાર્પણ કર્યું

આજે કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી અમિત શાહે અમદાવાદ મહાનગર પાલિકાના રૂપિયા 307 કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કર્યા હતા. આ દરમિયાન કેનદ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે કોરોના મહામારીમાં પણ ગુજરાતની વિકાસયાત્રા અટકી નથી કે ધીમી પડી નથી. જ્યારે સમગ્ર વિશ્વમાં વિકસિત દેશો પણ મંદીનો સામનો કરી રહ્યા હતા ત્યારે પણ ગુજરાતમાં વિકાસકાર્યો તેજ ગતિથી આગળ વધી રહ્યા હતા. આ દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રીએ અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારમાં થયેલા રૂ. 157 કરોડના વિકાસકાર્યોનુ લોકાર્પણ અને 150 કરોડનું ખાતમૂહૂર્ત સંપન્ન કર્યું હતું. અમિત શાહે શાહે ઘાટલોડિયા, ગોતા, થલતેજ અને સોલા, હેબતપુર ખાતે 826 જેટલા EWS આવાસો તેમજ થલતેજમાં બોપલ ઇકોલોજી પાર્ક તેમજ કોતરપુર વોટર વર્કસ ખાતે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ પણ કર્યું હતું.



જાણો અમિત શાહના પ્રવાસનો સમગ્ર કાર્યક્રમ

- સવારે 9.30 કલાકે સોલા સિવિલ હોસ્પિટલ અમદાવાદ હાજર રહેશે
- સ્પીચ લેન્ગવેજ પેથોલોજી કોલેજનું ઇનોગ્રેશન કરશે.
- ગરીબ-જરૂરિયાતમંદો માટે ભોજન વ્યવસ્થાની અલગ વ્યવસ્થા શુભારંભ કરવામાં આવશે

10:30 વાગે કલોલ પહોંચશે

- મોટી ભોંયણ ખાતે સવારે 10.30 કલાકે વિવિધ કાર્યોના ઇ ખાતમુહૂર્ત - લોકાર્પણ કરશે
- આંગણવાડી બહેનો અને આરોગ્ય વિભાગના કર્મીઓને કેન્સરની વહેલી તપાસ - નિદાન માટેના તાલીમ કાર્યક્રમનો પ્રારંભ કરાવાશે જાહેર સભાને સંબોધશે



11.45 કલાકે ભારતમાતા ટાઉનહોલ, કલોલ ખાતે જાહેર સભાને સંબોધશે

- કલોલ નગરપાલિકાના ઉપક્રમે બીવીએમ ફાટક પરના ઓવરબ્રિજ અને સરદાર બાગના નવીનીકરણનું ખાતમુહૂર્ત કરવામાં આવશે
- સાંજે 5.00 કલાકે જી. ડી. પાર્ટી પ્લોટ, સોલા, અમદાવાદ ખાતે એ.એમ.સી. દ્વારા નિર્મિત વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને તૈયાર થનાર જુદા જુદા કાર્યોના ખાતમુહૂર્ત કાર્યક્રમ કરાશે
- તેમજ અમદાવાદ ખાતે જાહેર સભાને સંબોધન પણ કરશે. વિધાનસભા 2022ની ચૂંટણી પહેલા છેલ્લા 15 દિવસમાં અમિત શાહનો આ બીજો ગુજરાત પ્રવાસ છે.
First published:

Tags: Ahmedabad Samachar, Amit shah, Gujarat Samachar, Lokarpan, અમદાવાદ