Home /News /gujarat /

સૌપ્રથમ અન્ડર વોટર રેસ્ટોરન્ટ અમદાવાદમાં,પાણી વચ્ચે બેસી જમવાનો મળશે આનંદ

ગાંધીનગરઃ ક્રુઝમાં કે હોડકામાં પાણીની ઉપર અથવા તો નદી -દરિયા કિનારે પિકનિક સાથે ભોજનનો લુફ્ત તો સૌ કોઇએ ઉઠાવ્યો હશે. પરંતુ શું આપે અંડર વોટર ભોજન આરોગવાનો આનંદ માણવા માગો છો તો હવે અમદાવાદની અંડર વોટર થીમ રેસ્ટોરન્ટ આપને કરાવશે.

  • News18
  • Last Updated :

ગાંધીનગરઃ ક્રુઝમાં કે હોડકામાં પાણીની ઉપર અથવા તો નદી -દરિયા કિનારે પિકનિક સાથે ભોજનનો લુફ્ત તો સૌ કોઇએ ઉઠાવ્યો હશે. પરંતુ શું આપે  અંડર વોટર ભોજન આરોગવાનો આનંદ માણવા માગો છો તો હવે અમદાવાદની અંડર વોટર થીમ રેસ્ટોરન્ટ આપને કરાવશે.

andar votar

અમદાવાદ ના પોશ વિસ્તાર એવા સાઉથ બોપલમાં ગુજરાતની અને કદાચ દેશની પહેલી અન્ડર વોટર  રેસ્ટોરન્ટનો પ્રારંભ થયો છે.  અમદાવાદના એક એન્જીનિયરને દુબઇના એક્વેરિયમ પરથી અમદાવાદમાં એકવેરિયમ વચ્ચે રેસ્ટોરન્ટ બનાવવાનો વિચાર આવ્યો , જેને સાકાર કરવા તેઓ લગભગ પાંચ વર્ષ મથ્યા અને આખરે ગુજરાતની સૌપ્રથમ અન્ડર વોટર રેસ્ટોરન્ટનુ તેઓનુ સ્વપ્ન સાકાર થયુ છે. આ રેસ્ટોરન્ટના માલિકનું નામ ભરતભાઇ છે.

અન્ડર વોટર રેસ્ટોરન્ટનુ મેઇનટનન્સ સામાન્ય રેસ્ટોરન્ટ કરતા વધુ મહેનત ભર્યુ છે  અને થોડુ ખર્ચાળ પણ કહી શકાય.રોજ ફ્રેશ વોટર સાથે તૈયાર થતા અહીંના એક્વેરિયમમાં અંદાજે 4 હજાર જેટલી માછલીઓ તરતી મુકાઇ છે. અને સમગ્ર એક્વેરિયમ ડોમ ખાસ ચાઇના થી મંગાવાયો છે.
First published:

Tags: ગુજરાત, દરિયો, ભોજન, રેસ્ટોરન્ટ

આગામી સમાચાર