ગરીબ અને વંચિત જુથના બાળકો સારામાં સારૂ શિક્ષણ મેળવી શકે હેતુથી આરટીઇ કાયદો અમલી છે રાજ્યમાં એક લાખથી વધુ બાળકોને એડમિશન આપવાનો લક્ષ્યાંક સરકારે મુક્યો છે. જે માટે રાજ્યની ૯૮૪૦ શાળામાં એક લાખ બાળકોને પ્રવેશ આપવામાં આવશે.
પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી ડે. ડાયરેક્ટર એસ પી ચૌધરીએ જણાવ્યું કે, 19મી એપ્રિલથી ઓનલાઇન પ્રવેશ પ્રકિયા શરૂ થવાની છે. પ્રવેશ માટે સરકારે દ્વારા બનાવેલ નિયમ મુજબ શહેરમાં રહેતા વાલીઓની આવક મર્યાદા 1 લાખ ૬૦ હજાર. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા વાલીઓ માટે ૧ લાખ ૨૦ હજાર નક્કી કરાઇ છે.
તો અમદાવાદ શહેરની 845 શાળામાંથી ૧૩ હજાર જ્યારે ગ્રામ્ય વિસ્તારમાંથી 8 હજાર મળી કુલ ૨૦ હજાર બાળકોને પ્રવેશ અપાશે..આ પ્રવેશ પ્રકિયા જૂનના પ્રથમ સપ્તાહમાં પુર્ણ કરવાનો લક્ષ્યાંક છે.
શિક્ષણ વિભાગે જણાવ્યું કે, ગરીબ બાળકોના ભણતર માટે 19 એપ્રિલથી ઓનલાઈન પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. પ્રાથમિક શિક્ષણ વિભાગનો મોટો લક્ષ્યાંક છે. RTE અંતર્ગત 19 એપ્રિલ થી ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે. રાજ્યભરમાંથી 1 લાખ વિદ્યાર્થીઓને અપાશે પ્રવેશ, રાજ્યની 9840 શાળાઓમાં અપાશે પ્રવેશ. મહત્વની વાત એ છે કે, એકથી વધુ સ્કુલોની પસંદગી કરી શકશે વાલીઓ.
ચાલુ વર્ષે વાલીઓની આવક મર્યાદામાં કરાયો છે ફેરફાર કરવામાં આવ્યો છે. શહેરમાં રહેતા વાલીઓ માટે આવક મર્યાદા 1 લાખ 60 હજાર કરવામાં આવી છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા વાલીઓ માટે 1 લાખ ૨૦ હજારની આવક મર્યાદા કરવામાં આવી છે.
જુનના પ્રથમ સપ્તાહમાં પ્રવેશ પ્રક્રિયા પુર્ણ કરવામાં આવશે. અમદાવાદ શહેરમાંથી 13 હજાર બાળકોને પ્રવેશ અપાશે, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાંથી 8 હજાર બાળકોને પ્રવેશ અપાશે.