Home /News /gujarat /

ઉનાકાંડનો રીપોર્ટ હાઈકોર્ટમાં રાજ્ય સરકારે રજૂ કર્યો,આરોપીઓમાં 4 પોલીસ કર્મચારીઓનો સમાવેશ

અમદાવાદઃ ઉનામાં દલિતો પર થયેલા અત્યાચાર કેસમાં રાજ્ય સરકારે હાઈકોર્ટમાં તેનો રિપોર્ટ રજૂ કર્યો છે.જો કે અરજદારના વકીલે આ રિપોર્ટનો વિરોધ કર્યો છે.અરજદારના વકીલની રજૂઆત હતી કે રાજ્ય સરકારે માત્ર ચાર્જશીટનુ એક ફોર્મેટ જ રજૂ કર્યુ છે.આ રિપોર્ટમાં તમામ માહિતી અધુરી છે અને અરજદારને ચાર્જશીટની યોગ્ય નકલ પણ આપવામાં આવી નથી.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
અમદાવાદઃ ઉનામાં દલિતો પર થયેલા અત્યાચાર કેસમાં રાજ્ય સરકારે હાઈકોર્ટમાં તેનો રિપોર્ટ રજૂ કર્યો છે.જો કે અરજદારના વકીલે આ રિપોર્ટનો વિરોધ કર્યો છે.અરજદારના વકીલની રજૂઆત હતી કે રાજ્ય સરકારે માત્ર ચાર્જશીટનુ એક ફોર્મેટ જ રજૂ કર્યુ છે.આ રિપોર્ટમાં તમામ માહિતી અધુરી છે અને અરજદારને ચાર્જશીટની યોગ્ય નકલ પણ આપવામાં આવી નથી.

જે આ કેસમાં તપાસ પ્રત્યનો રાજ્ય સરકારનો શુ અભિગમ છે તે દર્શાવે છે.હવે પછીની સુનાવણીમાં તેઓ રાજ્ય સરકાર પાસે સમગ્ર ચાર્જશીટની માગ કરશે. આ કેસની વધુ સુનાવણી 28 સપ્ટેમ્બરે હાથ ધરાશે.

સુનાવણી દરમિયાન હાઈકોર્ટમાં રાજ્ય સરકારની રજૂઆત હતી કે આ કેસમાં સીબીઆઈ તપાસની જરૂર નથી. આ કેસની તપાસ સીઆઈડી ક્રાઈમ દ્વારા શ્રેષ્ઠ રીતે કરવામાં આવી રહી છે અને દરેક પળની તપાસનુ મોનિટરીંગ કરવામાં આવી રહ્યુ છે.આ કેસની તપાસ માટે એક ટીમની રચના કરવામાં આવેલી છે.કેસમાં અત્યાર સુધીમાં 43 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને જેમાં ચાર પોલીસ કર્મચારીઓનો સમાવેશ થાય છે.

કેસમાં 164 લોકોના નિવેદન લેવામાં આવ્યા છે અને ચાર્જશીટ પણ ફાઈલ થઈ ચૂકી છે..રાજ્ય સરકારે સ્વીકાર્યુ છે કે, પીડિત દલિતો દ્વારા ગાયને મારવામાં આવેલી નથી, પરંતુ સિંહના મારણમાં ગાયનુ મોત થયુ છે.મહત્વનુ છે કે 11 જુલાઈના રોજ ઉનાના સમઢિયાળામાં દલિત યુવાનોને રસ્તા વચ્ચે જાહેરમાં મારવામાં આવ્યા હતા.જેના પડઘા સંસદ સુધી પડ્યા હતા.

First published:

Tags: ઉનાકાંડ, ઊના દલિત અત્યાચાર, હાઇકોર્ટ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन