અમદાવાદઃ ઉનામાં દલિતો પર થયેલા અત્યાચારના કેસમાં પાંચ આરોપીઓએ હાઈકોર્ટમાં કરેલી જામીન અરજી પર સુનાવણી થઈ હતી.રાજ્ય સરકાર દ્વારા હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી છે કે, કેસમાં આરોપી ઉના પોલીસ સ્ટેશનના તત્કાલીન પીઆઈ નિર્મલસિંહ ઝાલા, પીએસઆઈ નરેન્દ્રદેવ પાંડેની મહત્વની ભૂમિકા રહેલી છે.

આ પોલીસ અધિકારીઓએ કેસની તપાસ દબાવી છે પુરાવાઓ સાથે છેડછાડ કરી છે. આરોપીઓને મદદ કરવાના હેતુથી ગૌમાંસનો વિચાર ઉભો કર્યો છે.જો કે, કેસમાં પીડિતો પર ગાયને મારવાનો આરોપ તદ્દન ખોટો છે.સિંહ દ્વારા ગાયનુ મારણ કરવામાં આવેલુ છે.આ દલિતો દ્વારા ગાયના ચામડાને ઉતારવાનુ કામ થતુ હતુ. ત્યારે કેસના આરોપીઓએ તેમના પર હલ્લો બોલાવ્યો હતો અને તેમના પરિવારજનોને માર માર્યો હતો.
આ ઘટના અલગ અલગ ત્રણ સ્થળે પાંચ કલાક સુધી ચાલી હતી.ઉનાના પોલીસ સ્ટેશન પાસે પણ દલિતોને જાહેરમાં માર મારવાઆ આવ્યો હતો.જો કે પીઆઈ અને પીએસઆઈ કહે છે કે તેમને આ ઘટનાની જાણ નથી. તે વાત માનવી અશક્ય છે.બીજી તરફ આરોપીઓના વકીલની રજૂઆત હતી કે પીઆઈ દ્વારા કાયદા મુજબ જ કામગીરી કરવામાં આવી છે તેમણે એસસી-એસટી સેલના ડીવાયએસપીને જાણ કરીને તપાસ સોંપી હતી.આ કેસમાં તેની કોઈ ભૂમિકા નથી.આ કેસની વધુ સુનાવણી 17 નવેમ્બરે હાથ ધરાશે.