Home /News /gujarat /

ખેડૂતોના હાલ બેહાલ: ભાવ નહીં મળતા ખેડૂતે ચાર વીઘામાં તૈયાર થયેલો પપૈયાનો પાક વાઢી નાંખ્યો

ખેડૂતોના હાલ બેહાલ: ભાવ નહીં મળતા ખેડૂતે ચાર વીઘામાં તૈયાર થયેલો પપૈયાનો પાક વાઢી નાંખ્યો

ઉનાળાની સિઝનમાં ભાવ તળીયે જઇને બેસ્યા

ચિસકારી ગામના ખેડૂત સુરેશગિરી ગોસ્વામીએ તેમના ચાર વિઘા ખેતરમાં બાગાયતી પાક (Horticultural Crop) પપૈયાની ખેતી (Farming) કરી હતી. જેમાં બાગાયતી પાકોના વાવેતર કરવા માટે ખેડૂતોને ખેતીવાડી તંત્ર (Tantra) દ્વારા પણ અવાર નવાર પ્રોત્સાહિત કરવા માટે ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવતું હોય છે.

વધુ જુઓ ...
  અમદાવાદ:  મહેનત કરવા છતાં પણ ફળ ન મળે તો શું કરવું… આવી જ એક ઘટનામાં દહેગામના (Dahegam) એક ખેડૂતે પપૈયાના (Papaya) પાકના ભર ઉનાળે (Summer) ગગડેલા ભાવથી પિત્તો ગુમાવ્યો હતો. પોતાના ખેતરમાં (Farm) તૈયાર કરેલા ચારેક વિઘા (Vigha) જેટલા પાકને ધારીયા વડે કાપી નાંખ્યો હતો. ખેડૂતને બજારમાં પચાસ રુપિયા પ્રતિ મણનો ભાવ વેપારીઓ દ્વારા જાણવા મળતા પિત્તો ગુમાવ્યો હતો. મહેનત માથે પડી હોવાથી ખેડૂતને ભારે પસ્તાવાનો વારો આવ્યો હતો.

  ઉનાળાની સિઝનમાં ભાવ તળીયે જઇને બેસ્યા

  વિગતો મુજબ ચિસકારી ગામના ખેડૂત સુરેશગિરી ગોસ્વામીએ તેમના ચાર વિઘા ખેતરમાં બાગાયતી પાક (Horticultural Crop) પપૈયાની ખેતી (Farming) કરી હતી. જેમાં બાગાયતી પાકોના વાવેતર કરવા માટે ખેડૂતોને ખેતીવાડી તંત્ર (Tantra) દ્વારા પણ અવાર નવાર પ્રોત્સાહિત કરવા માટે ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવતું હોય છે. આ ખેડૂત પણ બાગાયતી ખેતી કરવા માટે પ્રોત્સાહીત થયો હતો. ખેતી કરવાથી સારી આવક થશે એ વિચારે ચારેક વિઘા (Vigha) ખેતી પરસેવો પાડીને કરી. પાક તૈયાર થઇને ઉતરવાની શરુઆત થતા ઉનાળાની સિઝનમાં ભાવ તળીયે જઇને બેસ્યા હતા.

  આ પણ વાંચો: અમદાવાદ: 20 વર્ષની ધ્વનિ પટેલ સૌથી નાની પાયલોટ બનીને અમેરિકામાં ઉડાવશે પ્લેન

  બજારમાં (Market) પપૈયાનો ભાવ વેપારીઓ દ્વારા માત્ર 50 રુપિયાના ભાવે પ્રતિ મણ માંગતા ખેડૂતનો ખર્ચો પણ માથે પડયો હોવાની નોબત આવી હતી. આ ખેડૂતની ગણતરીઓ ઉંધી પડી ગઇ હતી. મોંઘી દવા અને બિયારણો લાવીને પરેસેવો પાડીને ખેતી કરતા ખેડૂતોની કઠણાઇ કોઇ જ સાંભળતું નથી. પંથકના એક ખેડૂતના જણાવ્યા અનુસાર સૌથી મોટી ગેમ (Game) કોઇ રમતું હોય તો એ ખેડૂતો રમતા હોય છે અને એ પણ ખેતીના નામની ગેમ કે જેમા ક્યારેય જીત નક્કી નથી હોતી. પાક થાય તો ભાવ ના મળે અને ભાવ મળતા હોય તો પાકનું નક્કી નથી હોતું. ચિસકારીના ખેડૂતે ભારે પસ્તાવા સાથે ખેતરમાંથી ધારીયા વડે પપૈયાનો ઊભો પાક (Crop) વાઢી નાંખીને ખેતર કોરુ કટ કરી નાંખ્યું હોવાની વિગતો જાણવા મળી હતી.

  આ પણ વાંચો: AAPએ BJPનું કર્યું એપ્રિલફુલ! BJPમાં જોડાયેલા વધુ એક કોર્પોરેટરની AAPમાં ઘરવાપસી

  પપૈયાના ભાવ ગગડતા છુટકમાં વેચાણ ચાલું કરી દીધું

  ગાંધીનગરના ડભોડાના (Dabhoda) ખેડૂતે પપૈયાના પાકનો ભાવ ગગડતા નવી રીત અપનાવી હતી. બળીયાદેવ વાસમાં રહેતા અને પપૈયાની બે વિઘા ખેતી કરનારા એક ખેડૂતે પણ બાગાયતી પાકની ખેતી કરી હતી. ચાલુ સિઝનમાં ઉનાળાની ગરમીમાં (Garmi) પપૈયાના ભાવ ગગડતા છુટકમાં વેચાણ ચાલું કરી દીધું હતું. ખેડૂત દ્વારા ઘર આગળ જ કાઉન્ટર લગાવીને છુટકમાં જ 20 થી 25 રુપિયાના પ્રતિ કિલોના ભાવે વેચાણ કરવાનું શરુ કર્યું હતું. જણાવ્યું હતું કે ડભોડામાં શનિવારે હજારો લોકો અમદાવાદથી દર્શન કરવા માટે મંદિરે આવતા હોય છે. આ દર્શનાર્થીઓ ખેતરમાંથી (Farm) સીધા જ ઉતારીને આપવામાં આવતા ફળને વધુ પસંદ કરતા હોવાથી છુટકમાં વેચાણ થઇ જતું હોવાનું જણાવ્યું હતું.
  Published by:kuldipsinh barot
  First published:

  Tags: Farmers News, ખેડૂતો, ગાંધીનગર

  આગામી સમાચાર