Home /News /gujarat /'બાપદાદાનો ધંધો અત્યાચાર પછી છોડી દેવો છે',પરિવારને પોલીસ પ્રોટેક્શન આપવા સીએમનો આદેશ

'બાપદાદાનો ધંધો અત્યાચાર પછી છોડી દેવો છે',પરિવારને પોલીસ પ્રોટેક્શન આપવા સીએમનો આદેશ

રાજકોટઃઊનાના મોટા સમઢિયાળામાં દલિત યુવકો પર અત્યાચારને લઇ રાજ્યમાં ઠેરઠેર વિરોધ પ્રદર્શન થઇ રહ્યું છે. આજે CMના આગમન પૂર્વે પીડિત પરિવારે પ્રદેશ18 ઈટીવી સાથે વાતચીત કરી અને તેમની વેદના વ્યક્ત કરી હતી.

  • Pradesh18
  • Last Updated :
રાજકોટઃઊનાના મોટા સમઢિયાળામાં દલિત યુવકો પર અત્યાચારને લઇ રાજ્યમાં ઠેરઠેર વિરોધ પ્રદર્શન થઇ રહ્યું છે. આજે CMના આગમન પૂર્વે પીડિત પરિવારે પ્રદેશ18 ઈટીવી સાથે વાતચીત કરી અને તેમની વેદના વ્યક્ત કરી હતી.

વેદના વ્યક્ત કરતા પીડિત પરિવારના મોભીએ જણાવ્યું હતું કે, 'આ દર્દનાક ક્ષણો હજુ ભુલાઈ નથી.જે રીતે અમને માર્યા છે તે રીતે આરોપીને સજા થવી જોઈએ. પીડિત પરિવારે વ્યક્ત વ્યથા વ્યક્ત કરતા કહ્યું હતું કે,બાપદાદાનો ધંધો અત્યાચાર પછી છોડી દેવો છે. અમને જે માર્યા છે એનાથી અમે થરથર ધ્રૂજીએ છીએ.અમને વળતર નથી જોઈતું, 'અમારે અમાનૂષી અત્યાચાર થાય તેવા ધંધામાં હવે નથી રહેવું.પીડિત પરિવારને સ્ફોટક કબૂલાત કરતા કહ્યું હતું કે,ગૌરક્ષકોના નામે પહેલાં પણ આવા દમન ગુજારાયા છે.

પીડિત પરિવારના વૃદ્ધે CM પાસે હૈયાવરાળ પણ ઠાલવી હતી. અને કહ્યું હતું કે,ગામના સરપંચ અમારી વિરુદ્ધમાં છે. સીએમએ આશ્વાસન આપ્યું હતું કે,સમગ્ર બનાવની યોગ્ય તપાસ કરી ન્યાય આપવામાં આવશે.પીડિત પરિવારની વૃદ્ધાએ CM પાસે માગ કરી હતી કે અમને માર ખાતા બંધ કરાવો. CM આનંદીબહેને હૈયાધારણાં આપતા કહ્યું હતુ કે, 'પરિવારને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવશે.ધમકીના ફોન આવે તો યોગ્ય તપાસ કરાશે.

સીએમ આનંદીબહેને મોટા સમઢિયાળા ગામની મુલાકાત લીધા બાદ  પીડિત પરિવારોને મળી ચર્ચા કરી હતી. બાદમાં મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, 'આ ઘટનાને રાજકીય સ્વરૂપ ન આપવું જોઈએ.દોષિતો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.પરિવારોને સરકારની યોજનાઓનો લાભ મળે તે માટે કેમ્પ કરાશે.દલિત પરિવારોને પોલીસ રક્ષણ આપવામાં આવશે.સાચી વાત જાણ્યા વગર બનાવને રાજકીય રંગ ન અપાય,2 મહિના બાદ સીએમ ફરી પરિસ્થિતિનો તાગ મેળવવા મુલાકાત કરશે.
First published:

Tags: ઊના દલિત અત્યાચાર, ઊના દલિતકાંડ, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन