Home /News /gujarat /ઊનાઃઆજે આનંદીબહેન પિડિત દલિત પરિવારોને મળશે,21મીએ રાહુલ અને 22મીએ કેજરીવાલ પણ આવશે

ઊનાઃઆજે આનંદીબહેન પિડિત દલિત પરિવારોને મળશે,21મીએ રાહુલ અને 22મીએ કેજરીવાલ પણ આવશે

ગાંધીનગરઃઉનામાં દલિતો પર થયેલા અત્યાચારના ઘેરા પડઘા પડ્યા છે. ત્યારે આ મામલો દિલ્હી સુધી પહોંચ્યો છે. આ મામલે રાજકારણ પણ શરૂ થઇ ચુક્યુ છે ત્યારે રહી રહીને જાગેલા ગુજરાતના CM આનંદીબહેન પટેલ આજે ઉનાના સમઢિયાળા ગામ જવા રવાના થયા છે. તેઓ પીડિત દલિત પરિવારો સાથે મુલાકાત કરશે. કેબિનેટ પ્રધાન રમણ વોરા, CS અલોરિયા સીએમ સાથે ઉના જવા રવાના થયા છે. તો CMOના મુખ્ય અગ્રસચિવ કે.કૈલાસનાથન પણ ઉના જવા રવાના થયા છે. ઉના જઈ અત્યાચારનો ભોગ બનેલાના પરિવારજનોને મળશે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
ગાંધીનગરઃઉનામાં દલિતો પર થયેલા અત્યાચારના ઘેરા પડઘા પડ્યા છે. ત્યારે આ મામલો દિલ્હી સુધી પહોંચ્યો છે. આ મામલે રાજકારણ પણ શરૂ થઇ ચુક્યુ છે ત્યારે  રહી રહીને જાગેલા ગુજરાતના CM આનંદીબહેન પટેલ આજે ઉનાના સમઢિયાળા ગામ જવા રવાના થયા છે. તેઓ પીડિત દલિત પરિવારો સાથે મુલાકાત કરશે. કેબિનેટ પ્રધાન રમણ વોરા, CS અલોરિયા સીએમ સાથે ઉના જવા રવાના થયા છે. તો CMOના મુખ્ય અગ્રસચિવ કે.કૈલાસનાથન પણ ઉના જવા રવાના થયા છે. ઉના જઈ અત્યાચારનો ભોગ બનેલાના પરિવારજનોને મળશે. આજે સવારે સાડા નવ વાગ્યે સીએમ આનંદીબહેન પટેલ દીવ એરપોર્ટ પહોંચ્યા હતા જ્યાથી તે ઉના પહોચવાના છે.

ઉના બાદ મુખ્યપ્રધાન રાજકોટની મુલાકાત લેશે.સવારે 11:30 વાગ્યે રાજકોટ પહોંચશે.રાજકોટની સિવિલમાં ભોગ બનનાર ઉનાના દર્દીની મુલાકાત કરશે.ગઇકાલથી રાજ્યમાં દલિત અત્યાચાર મુદ્દો સૌરાષ્ટ્રમાં તોફાન શરૂ થયા છે ત્યારેગુજરાતની શાંતિ જાળવી રાખવા આનંદીબહેનને અપીલ કરી છે.

બીજી તરફ ગુજરાતમાં દલિત અત્યાચાર મુદ્દે આગામી ચુંટણીઓમાં લાભ લેવા માટે રાજકારણ પણ શરૂ થયું છે. ત્યારે 21મીએ રાહુલ અને 22મીએ કેજરીવાલ પણ ગુજરાત આવશે અને પિડીત દલિત પરિવારની મુલાકાત કરવાના છે.
First published:

Tags: આનંદીબહેન પટેલ, ઊના દલિત અત્યાચાર, કેજરીવાલ, ગુજરાત, દલિત અત્યાચાર, રાજકારણ, રાહુલ ગાંધી

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन