હાર્દિકના ઉપવાસને નવમાં દિવસે ઉપવાસ છાવણી બહાર પાસ કાર્યકર્તાઓ પણ લાટીચાર્જ કર્યો હતો. આ દરમિયાન પોલીસે ઉમિયા માતાના રથને ડિટેઇન કર્યો હતો જેના વિરોધમાં ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝાએ સરકારને ચીમકી આપી
હાર્દિકના ઉપવાસને નવમાં દિવસે ઉપવાસ છાવણી બહાર પાસ કાર્યકર્તાઓ પણ લાટીચાર્જ કર્યો હતો. આ દરમિયાન પોલીસે ઉમિયા માતાના રથને ડિટેઇન કર્યો હતો જેના વિરોધમાં ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝાએ સરકારને ચીમકી આપી
હાર્દિકના ઉપવાસને નવમાં દિવસે ઉપવાસ છાવણી બહાર પાસ કાર્યકર્તાઓ પણ લાટીચાર્જ કર્યો હતો. આ દરમિયાન પોલીસે ઉમિયા માતાના રથને ડિટેઇન કર્યો હતો જેના વિરોધમાં ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝાએ સરકારને ચીમકી આપી છે. સંસ્થાને કહ્યું કે સરકાર પાટીદાર સમાજની વિશ્વ ફલક સંગઠિત શક્તિને ઓછી ન આંકે.
રવિવારે હાર્દિકના ઉપવાસ આંદોલનનો નવો દિવસ હતો. ઉપવાસ છાવણી બહાર ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ દમરિયાન સાંજના સમયે પાસના કાર્યકર્તાઓ તથા પોલીસ વર્ષે ઘર્ષણ સર્જાયા હતા. જેમાં પોલીસ લાઠીચાર્જ કર્યો હોવાનો પાસ કાર્યકર્તાઓ આરોપ લગાવી રહ્યાં છે. એટલું જ નહીં પાસ કાર્યકર્તાઓનો આરોપ છે કે પોલીસે ઉમિયા માતાજીના રથને પણ ડિટેઇન કર્યો છે. આ સમગ્ર ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.
રથને ડિટેઇન કર્યા બાદ ઉમિયા માતા સંસ્થાન ઉંઝા દ્વારા સમગ્ર ઘટનાને વખોડી છે. સંસ્થાને સરકાર વિરુદ્ધ ચીમકી ઉચ્ચારી છે કે સરકાર આ કૃત્ય કરનાર અધિકારીઓ સામે પગલા લે નહીં તો ધાર્મિક સંસ્થાઓએ વિચારવું પડશે. વધુમાં સંસ્થાએ જણાવ્યું કે સરકાર પાટીદાર સમાજની વિશ્વ ફલકસંગઠીત શક્તિને ઓછી ન આંકે.
નવમાં દિવસે ઘર્ષણ, હાર્દિકે મેડિકલ ચેકઅપ કરાવવાની કરી મનાઇ
ઉપવાસ છાવણી બહાર હાર્દિકને મળવા માટે મોટી સંખ્યામાં પાસના કાર્યકર્તાઓ ઉમટી પડ્યાં હતા. જો કે હાર્દિકને મળવા માટે ખાસ લોકોને જ એન્ટ્રી આપવામાં આવે છે. આથી હાર્દિકને મળવા માટે પાસના કાર્યકર્તાઓ ઉશ્કેરાય ગયા હતા. આ દરમિયાન ટોળાને વિખેરવા માટે પોલીસ હળવો લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. તો કહેવામાં આવી રહ્યું છે કે પોલીસ પાસના કાર્યકર્તાઓના વાહનો ડિટેઇન કર્યા છે. ત્યારે આ વાતને લઇને નારાજ થયેલા હાર્દિક પટેલે મેડિકલ ચેકઅપ કરાવવાની મનાઇ કરી છે. હાર્દિકે કહ્યું કે પોલીસ લાઠીચાર્જ કરવાનું અને પોતાની જોહુકમી બંધ કરે, ત્યારબાદ જ હું મેડિકલ ચેકઅપ કરાવીશ.