Home /News /gujarat /

ઉદ્વવનો કેન્દ્ર પર હુમલો, સરમુખત્યાર હિટલરનું પણ અભિમાન જતું રહ્યું હતું

ઉદ્વવનો કેન્દ્ર પર હુમલો, સરમુખત્યાર હિટલરનું પણ અભિમાન જતું રહ્યું હતું

#ઉત્તરાખંડમાં કેન્દ્ર સરકારના કારમા પરાજય બાદ જાણે કે શિવસેનાએ ઘા પર મીઠું ભભરાવ્યું છે. શિવસેનાના મુખપત્ર સામનાના તંત્રીલેખમાં ઉદ્વવ ઠાકરે કેન્દ્ર સામે તીખા પ્રહારો કર્યા છે. લેખ મારફતે કેન્દ્રની ભાજપ સરકારને ઉદ્વવે ચેતી જવાની જાણે કે સલાહ આપી છે.

#ઉત્તરાખંડમાં કેન્દ્ર સરકારના કારમા પરાજય બાદ જાણે કે શિવસેનાએ ઘા પર મીઠું ભભરાવ્યું છે. શિવસેનાના મુખપત્ર સામનાના તંત્રીલેખમાં ઉદ્વવ ઠાકરે કેન્દ્ર સામે તીખા પ્રહારો કર્યા છે. લેખ મારફતે કેન્દ્રની ભાજપ સરકારને ઉદ્વવે ચેતી જવાની જાણે કે સલાહ આપી છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #ઉત્તરાખંડમાં કેન્દ્ર સરકારના કારમા પરાજય બાદ જાણે કે શિવસેનાએ ઘા પર મીઠું ભભરાવ્યું છે. શિવસેનાના મુખપત્ર સામનાના તંત્રીલેખમાં ઉદ્વવ ઠાકરે કેન્દ્ર સામે તીખા પ્રહારો કર્યા છે. લેખ મારફતે કેન્દ્રની ભાજપ સરકારને ઉદ્વવે ચેતી જવાની જાણે કે સલાહ આપી છે.

ઉદ્વવે કહ્યું કે કેન્દ્ર સરકાર લોકશાહીના મહત્વને સમજે. જનતાએ રાજ કરવા માટે શાસન હાથમાં સોંપ્યું છે. આ તલવારથી પોતાનું નાક ના કાપો. નહીંતર ઉત્તરાખંડ જેવી સ્થિતિ થઇ શકે છે. સરકાર લોકશાહીને સાધારણ રીતે ન લે, નહીંતર નાક કપાતાં વાર નહીં લાગે.

સામનામાં લખ્યું છે કે, ઉત્તરાખંડને દેવભૂમિનો દરજ્જો પ્રાપ્ત છે. એના રાજકીય શકિત પરીક્ષણના પરિણામમાં કોણ જીત્યું કોણ હાર્યું એના કરતાં લોકશાહીની જીત થઇ એમ કહેવું પડે એમ છે. કોંગ્રેસ પાર્ટીને જીતની ખુશી અને ઢોલ પીટવાની તક મળી ગઇ.

ઉત્તરાખંડમાં કોંગ્રેસના 9 ધારાસભ્યો બળવાખોર થયા અને સરકાર અસ્થિર થઇ. વિધાનસભામાં બહુમત પરીક્ષણ એ વખતે થયું હોત તો કદાચ કોંગ્રેસ હારી ગઇ હોત, પરંતુ સત્તાના નશામાં એ વખતે બહુમત પરીક્ષણ કરાયું નહીં અને રાજકીય દાવપેચ રમાયા અને રાષ્ટ્રપતિ શાસન લાદી દેવાયું.

ઉત્તરાખંડમાં કોંગ્રેસનો રસ્તો આસન ન હતો. આ આપણી ભુલોનું જ પરિણામ છે. દેશને કોંગ્રેસ મુક્ત કરવાનો આ કોઇ યોગ્ય રસ્તો નથી. આ રીતે જો કરાશે તો દેશમાં સરમુખત્યારશાહી આવશે અને લોકતંત્ર દ્વારા ચૂંટાયેલી સરકારોને જબરજસ્તીથી હટાવવામાં આવશે.

દિલ્હીમાં કેજરીવાલની સરકાર સારી રીતે નથી ચાલતી એવો ભાજપવાળા હોબાળો કરે છે. પછી ત્યા પણ રાષ્ટ્રપતિ શાસન લગાવી દઇ ત્યાં પણ રાજ કરવાની ઇચ્છા કાંટાવાળી ઝાડી છે. લોકશાહીમાં લોકોની વાત સાંભળવામાં આવે છે. માત્ર કહેવા માટે લોકશાહી નથી. આજે દેશ કોર્ટ જ ચલાવે છે અને એના માટે સત્તાધીશો જ જવાબદાર છે.

ઉત્તરાખંડમાં ન્યાયાલયનો હસ્તક્ષેપ સત્તાધીશોની જ ભૂલોનું કારણ છે. ન્યાયાલયે છેવટે લોકશાહીની રક્ષા કરી છે. સરમુખત્યાર હિલટરનું પણ અભિમાન ઓગળી ગયું હતું. અહંકાર ખતમ થયો અને અંધારામાં જાતને ગોળી મારવી પડી હતી અને એટલે જ લોકતંત્રના મહત્વને સમજો. જનતાએ રાજ કરવા માટે બેધારી તલવાર તમારા હાથમાં આપી છે, એ તલવારથી પોતાનું જ નાક ન કાપો, ઉત્તરાખંડમાં આ જ થયું છે.
First published:

Tags: ઉત્તરાખંડ, ઉદ્ધવ ઠાકરે, કેન્દ્ર સરકાર, ભાજપ, રાજકીય વિવાદ, શિવસેના, સામના

આગામી સમાચાર