સાબીર ભાભોર, દાહોદ : દાહોદ જીલ્લાને (Dahod district)ફરીથી શર્મસાર કરતી ઘટનાનો વીડિયો વાયરલ (Video viral)થયો છે. ધાનપુર તાલુકાના ભુવેરો ગામે મોબાઈલ પર વાત કરવા બાબતે બે યુવતીઓને જાહેરમાં માર મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જાહેર પંચની સામે યુવતીઓને માર મારતો વીડિયો સામે આવતા ધાનપુર પોલીસે ગુનો નોંધ્યો છે. પોલીસે 15 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. જેમાં 8 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરાઈ છે. ઘટના 26 જૂને બની હોવાનું પોલીસે ખુલાસો કર્યો છે.
વીડિયોમાં જોવા મળે છે કે એક યુવતીની આજુબાજુ બધા લોકો ઉભા છે અને તેને અલગ-અલગ સવાલો કરવામાં આવી રહ્યા છે. મોબાઇલ ક્યાંથી આવ્યો, કોને નંબર આપ્યો હતો તે વિશે બધા પૂછપરછ કરે છે. આ દરમિયાન બીજી યુવતીને પણ સવાલ કરતા જોવા મળે છે. થોડીક મિનિટો સવાલો કર્યા પછી એક યુવક આવે છે અને યુવતીને લાફા મારે છે. આ પછી બીજો યુવક આવે છે જે યુવતીને વાળ પકડીને પછાડે છે અને પાટું પણ મારે છે.
દાહોદ જિલ્લામાં યુવતીને માર મારવામાં આવ્યો હોય તેવો પ્રથમ બનાવ નથી. થોડા દિવસો પહેલા જ દાહોદના ધાનપુરના ખજૂરી ગામે પીડિત યુવતી તેના પ્રેમી સાથે ભાગી ગઈ હોવાના મામલે તેની સાથે મારપીટ કરવામાં આવી હતી. કેટલાંક લોકોએ એકઠા થઈને યુવતીને માર માર્યો હતો અને તેના ખભા પર એક યુવકને બેસાડીને ગામમાં પરેડ કરાવી હતી. નરાધમો આટલેથી અટક્યા ન હતા. આ દરમિયાન નરાધમોએ યુવતીએ પહેરેલા કપડાં ફાડી નાખ્યા હતા.
આવી હરકત બાદ યુવતી શરીર ઢાંકવા માટે આસપાસની મહિલાઓ તરફ દોડી હતી અને તેમની પાસેથી દુપટ્ટો લઈને શરીર ઢાંક્યું હતું. જોકે, નરાધમોએ એ કપડાં પણ ખેંચી લીધા હતા. યુવતીને આવી જ હાલતમાં ગામમાં પરેડ કરાવવામાં આવી હતી. યુવકનો ભાર સહન ન કરી શકતા યુવતી અનેક વખત નીચે બેસી જાય છે. જોકે, નરાધમો તેણીને ફરીથી ઊભા થઈને પરેડ કરવાની ફરજ પાડે છે
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર