Home /News /gujarat /

અમદાવાદ: બે યુવકોએ ચાલુ એક્ટિવામાં ચાવી કાઢી લેતા યુવતીઓ પટકાઈ, થઈ પોલીસ ફરિયાદ

અમદાવાદ: બે યુવકોએ ચાલુ એક્ટિવામાં ચાવી કાઢી લેતા યુવતીઓ પટકાઈ, થઈ પોલીસ ફરિયાદ

પોલીસ સ્ટેશન

બંને યુવતીઓ કોલેજમાં ફી ભરીને ઘરે પરત જઈ રહી હતી. તે દરમિયાન રિવરફ્રન્ટ પર બે યુવકો એ તેને એક્ટિવા ઊભુ રાખવા માટે ઈશારો કર્યો હતો.

અમદાવાદ: એક તરફ મહિલા સશક્તિકરણની વાતો વાગોળવામાં આવી રહી છે તો બીજી તરફ મહિલાઓ પર થતાં અત્યાચારના બનાવો રોજબરોજ બની રહ્યા છે. ક્યાંક છેડતી, દુષ્કર્મ તો ક્યાંક ઘર કંકાસમાં મહિલા પર અત્યાચાર. ત્યારે રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. કોલેજમાં ફી ભરીને પરત ઘરે જઈ રહેલ યુવતી ઓને રિવરફ્રન્ટ પર બે યુવકોએ તેને એક્ટિવા ઊભું રાખવા માટે ઈશારો કર્યો હતો. પરંતુ યુવતીએ એક્ટિવા ઊભું ના રાખતા યુવકે ચાવી કાઢી લીધી હતી. જેમાં બંને યુવતીઓ પટકાઈ જતા ઇજાગ્રસ્ત થઈ છે.

રાણીપ વિસ્તારમાં રહેતી એક યુવતીએ રિવર ફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, ગઇકાલે બપોરે તે અને તેની ફ્રેન્ડ કોલેજમાં ફી ભરવા માટે ગઇ હતી. ફી ભરીને બપોરે ચારેક વાગ્યાની આસપાસ તેઓ ઉસ્માનપુરાથી રિવરફ્રન્ટ રોડ પર થઈને ઘરે જવા માટે નીકળ્યા હતા. આ સમયે બે યુવકોએ એક્ટિવા લઈને યુવતીનો પીછો કર્યો હતો અને એક્ટિવા ઊભું રાખવા માટે ઈશારો કર્યો હતો.

જોકે, યુવતીએ એક્ટિવા ઊભું ના રાખતા એક યુવકે ચાલુ એક્ટિવાએ ચાવી કાઢી લીધી હતી. જેથી બેલેન્સ ગુમાવી દેતા બંને નીચે પટકાયા હતા. જેમાં બંને યુવતીઓને ઇજા પહોંચી હતી. જે બાદ બંને યુવકો ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે આ બાબતે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

માતા એ જ કરી પુત્રની હત્યા

થોડા દિવસ પહેલા જ શહેરમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. રૂપિયાની લેતીદેતીમાં પુત્રએ સાવકી માતાને ઠપકો આપતા એક સાવકી માતાએ તેમના મિત્રો સાથે મળીને પુત્રની હત્યા કરીને લાશને અવાવરૂ જગ્યા પર ફેંકી દીધો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સાવકી માએ પુત્રના નામે સંબધીઓ પાસેથી રૂપિયા માંગ્યા હતા જેની જાણ પુત્રને થતા તેમને આવુ નહી કરવા માટે થપકો આપ્યો હતો. કણભા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલ ગામમાં રહેતો હાર્દિક રજનીભાઇ પટેલ નામનો 23 વર્ષીય યુવક ગુમ થયો હોવાની જાણ પોલીસને કરવામાં આવી હતી.



જોકે પોલીસ એ તપાસ શરૂ કરતાં તેની સાવકી માતા શંકાના ઘેરમાં આવી હતી. જેથી પોલીસ એ તેની ઉલટ તપાસ કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે તેણે જ અન્ય ત્રણ ઈસમો સાથે મળી ને હાર્દિકની હત્યા કરી દીધી છે. અને મૃતદેહનો નિકાલ કરી નાખ્યો હતો.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Girls, અમદાવાદ, ગુજરાત

આગામી સમાચાર