Home /News /gujarat /વડોદરા : બે વર્ષની બાળકીએ કોરોનાને આપી માત, ગોત્રી મેડિકલ હોસ્પિટલમાં હતી સારવાર હેઠળ

વડોદરા : બે વર્ષની બાળકીએ કોરોનાને આપી માત, ગોત્રી મેડિકલ હોસ્પિટલમાં હતી સારવાર હેઠળ

વડોદરા : બે વર્ષની બાળકીએ કોરોનાને આપી માત, ગોત્રી મેડિકલ હોસ્પિટલમાં હતી સારવાર હેઠળ

પહેલા દાદા થયા હતા કોરોનાથી મુક્ત, આયશાની ૧૫ દિવસની સારવાર રંગ લાવી

વડોદરા : બોડેલીની માત્ર બે વર્ષની બાળકીને કોરોનાને માત આપી છે. અત્યાર સુધીમાં ગોત્રી હોસ્પિટલની સારવારથી શહેરના ત્રણ અને બોડેલી-છોટાઉદેપુર જિલ્લાના બે મળી ફુલ 5 દર્દીઓ કોરોનામાંથી મુક્ત થયાં છે. સારવાર દરમિયાન આયેશાના બે થી ત્રણ વાર ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે નેગેટિવ આવતા તેને રજા આપવામાં આવી હતી. આ બાળકી હવે તંદુરસ્ત છે. આ અગાઉ એના દાદા પણ અહીંની સારવારથી સાજા થયાં છે. આમ ગોત્રીની મેડિકલ ટીમે આ પરિવારને જાણે કે ખુશીઓની બેવડી ભેટ આપી છે.

મોટી ઉંમરના વડીલોની જેમ 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પણ કોરોના માટે હાઇ રિસ્ક ગણાય છે એવી જાણકારી આપતાં બાળ રોગ તબીબ ડો.લલિત નઈનીવાલે જણાવ્યું હતું કે આયેશાના દાદા અને વડીલો કોરોના પોઝિટિવ હતા. સદનસીબે આ બાળકી ખુબ આછા લક્ષણો ધરાવતી હતી. અમે એને નિર્ધારિત પ્રોટોકોલ અનુસરીને સપોર્ટીવ સારવાર આપી જેને સફળતા મળ્યાનો અમને આનંદ છે.

આ અંગે આનંદની લાગણી વ્યક્ત કરતાં ડો. ચિરાગ રાઠોડે જણાવ્યું હતું કે આ પાંચ પૈકી ચાર લગભગ 55 વર્ષથી વધુ ઉંમરના હતાં. આ બાળકી 2 વર્ષની ઉંમરની છે. આ બંને પ્રકારની વય હાઈ રિસ્ક ગણાય છે. મોટી ઉંમરના ચાર દર્દીઓમાં બે ડાયાબિટીસ અને કિડનીની બીમારી ધરાવતા દર્દીઓ હતા. કોરોનાની સાથે આ બીમારીઓથી જોખમ વધે છે. એટલે એક રીતે પડકાર જનક કેસોની સારવારમાં મળેલી સફળતાથી અમારો ઉત્સાહ વધ્યો છે .તમામ દર્દીઓ સાજા થઈ ઘેર જાય એવી શુભકામના અને નિષ્ઠા સાથે અમારી ટીમો કાર્યરત છે.

બાળકીના પિતા આહેમદઉલ્લાએ જણાવ્યું હતું કે મારા પિતા પોઝિટિવ હતા એટલે આયેશાની પણ તપાસ કરી. તેને ગોત્રીમાં દાખલ કરી લગભગ તેર દિવસ સુધી સારવાર આપી હતી. હવે તે સાજી થઈ ગઈ છે. રિપોર્ટ નેગેટિવ આવ્યા છે એટલે રજા આપી છે. અહીં સુવિધા સારી છે,સ્ટાફ સારો છે અને ડોકટર સારા છે. કોરોના એક અદ્રશ્ય દુશ્મન છે એટલે એની સામેનું યુદ્ધ અઘરું છે,પડકારજનક છે. તબીબો અને આરોગ્ય સ્ટાફ આ યુધ્ધમાં સારવારની કુશળતા અને સંવેદના દ્વારા જીવન બચાવવામાં યોગદાન આપી રહ્યા છે. એમની પ્રત્યેક સફળતા વધાવી લેવા અને પ્રોત્સાહન આપવાને યોગ્ય છે.
Published by:Ashish Goyal
First published:

Tags: Coronavirus, વડોદરા

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन