Home /News /gujarat /

અમદાવાદ: માતા માસૂમને સ્કૂલે મુકવા જતી હતી, ડમ્પર ફરી વળતા બાળકનું મોત

અમદાવાદ: માતા માસૂમને સ્કૂલે મુકવા જતી હતી, ડમ્પર ફરી વળતા બાળકનું મોત

દહર ભટ્ટની ફાઇલ તસવીર

Ahmedabad Accident: બાળકના માસના લોચા રોડ પર ડામર સાથે ચોંટી ગયા હતા જેને લઈને કપડામાં બાળકને ભેગો કરવો પડ્યો હતો.

અમદાવાદ: ઘરેથી તૈયાર થઈને સ્કૂલે ગયેલા દહર નામના વિદ્યાર્થીને બે કિમિ દૂર કોલેજ પાસે એએમસીના ડમ્પરે (AMC Dumper) અડફેટે લેતા જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ચાલકે એક્ટિવા ચાલક મહિલાને ઉડાવતા કે.જીમાં ભણતો દહર જમીન પર પટકાયો અને તેના માથા પરથી ડમ્પર (dumper accident) ફરી વળ્યું હતું. બાળકના માસના લોચા રોડ પર ડામર સાથે ચોંટી ગયા હતા જેને લઈને કપડામાં બાળકને ભેગો કરવો પડ્યો હતો. સમગ્ર બાબતને લઈને પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, સોસાયટીના લોકો ઘટનાની વાત જાણીને દોડી ગયા પણ આ સમયે કેટલાક લોકો મદદની જગ્યાએ વીડિયો ફોટો ઉતારતા હતા.

અમદાવાદ શહેરમાં આજે સામાન્ય વ્યક્તિને હચમચાવીને  રુંવાડા ઉભા કરી દે તેવી ઘટના સામે આવી છે. આઝાદ સોસાયટીમાં રહેતા સુરભીબેન તેના 6 વર્ષના દીકરા દહરને સ્કૂલે મૂકવા જતા હતા. ઘરેથી હસતો રમતો જતો દહર તેની માતા સાથે વાતો કરતો હતો. તેઓ સહજાનંદ કોલેજ પાસે પહોંચ્યા ત્યારે એએમસીનું કચરો ભરવાનું ડમ્પર માતેલા સાંઢની માફક આવી તેમના પર ચડી ગયું હતું .આ અકસ્માતમાં દહર નીચે પટકાયો અને તેના પર ડમ્પરનું ટાયર ફરી વળ્યુ હતું. દહરના માથા પરથી ટાયર ફરી વળતા તે ત્યાં ચકદાઇ ગયો હતો.તેનાં માસના લોચા રોડના ડામર સાથે ચોંટી ગયા હતા. લોકો પહોંચ્યા તો ત્યાં કેટલાક બેશરમ લોકો પણ હતા જે મદદનો ફોન કરવાને બદલે કરુણ ઘટનાનો વીડિયો બનાવી રહ્યા હતા.

આ પણ વાંચો - UKના વડાપ્રધાન બોરિસ જ્હોન્સને લીધી ગાંધી આશ્રમની મુલાકાત, ઉત્સુકતાથી ચરખો ચલાવતા શીખ્યા, જુઓ Video

હાલ તો આ સમગ્ર પ્રકરણમાં ટ્રાફિક પોલીસે ગુનો નોંધી ફરાર ડમ્પર ચાલકને પકડવા પ્રયાસ શરૂ કર્યા છે. પોલીસના જણાવ્યા મુજબ આઝાદ સોયટીમાં આવેલા એપાર્ટમેન્ટમાં રહેતા રોનક ભટ્ટ જમીન દલાલ તરીકે કામ કરે છે. તેમના પત્ની સુરભી અને 6 વર્ષનું બાળક દહર અને પિતા સાથે રહે છે. રોનકભાઈ રોજ તેમના દીકરાને સ્કૂલે મુકવા જાય છે. આજે સવારે રોનકભાઈના પિતાને ઓપરેશન હોવાથી તેઓ તેમના પિતાને લઈને દવાખાને ગયા હતા.એટલે સુરભીબેન દહરને સ્કૂલે મુકવા ઘરેથી નીકળ્યા હતા.

આ પણ વાંચો - ગુજરાત ATS અને DRIને મળી મોટી સફળતા, 5000 કરોડથી પણ વધુનું ડ્રગ્સ ઝડપાયાની આશંકા

સુરભીબેન દહરને લઈને  સહજાનંદ કોલેજ પાસે પહોંચ્યા હતા.ત્યારે નહેરુનગર તરફથી એએમસીનું કચરાનું ડમ્પર આવતું હતું. તેને સુરભીબેનની એક્ટિવાને ટક્કર મારી હતી.જે સમયે દહર આગળ બેઠો હતો.તે એક્ટિવા પરથી ફંગોળાઈને નીચે પટકાયો જ્યારે બીજી તરફ સુરભીબેન પણ ફગોળાઈને પટકાયા હતા.આ ડમ્પર એટલી સ્પીડે હતું કે તે દહર પર ડમ્પરનું ટાયર ફરી વળ્યું હતું.
Published by:Kaushal Pancholi
First published:

Tags: અકસ્માત, અમદાવાદ, ગુજરાત

આગામી સમાચાર