Home /News /gujarat /અંગ દઝાડતી ગરમી: અમદાવાદમાં વકીલનું અને ધ્રાંગધ્રામાં 8 વર્ષની બાળકીનું મોત

અંગ દઝાડતી ગરમી: અમદાવાદમાં વકીલનું અને ધ્રાંગધ્રામાં 8 વર્ષની બાળકીનું મોત

    રાજ્યમાં કાળઝાળ ગરીને કારણે શુક્રવારે બે મોત નોંધાયા છે. જેમાં અમદાવાદ ખાતે એક સિનીયર એડ્વોકેટનું મોત થયું છે, તો સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા ખાતે એક બાળકીનું પણ ગરમીને કારણે મોત થયું છે.

    અમદાવાદમાં ગ્રામ્ય કોર્ટમાં એડ્વોકેટનું મોત

    અમદાવાદ શહેરમાં અસહ્ય ગરમી નોધાઈ છે ત્યારે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં શુક્રવારે એક સિનીયર એડ્વોકેટનું ગરમીને કારણે મતો થયું હોવાની ઘટના સામે આવી છે. ગરમીને કારણે અન્ય વકીલો બીમારીનો ભોગ બન્યા હોવાનું કહેવામાં
    આવી રહ્યું છે. ગરમીને કારણે ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશને 18મી મેથી 23મી મે સુધી કોર્ટ કાર્યવાહીથી અળગા રહેવાનો નિર્ણય કર્યો છે. જોકે આ દરમિયાન કોર્ટના અરજન્ટ કામ ચાલુ રહેશે

    ધ્રાંગધ્રામાં બાળકીનું મોત

    સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીના કારણે એક બાળકીનું મોત થયું છે. અહીં ધ્રાંગધ્રા શહેરમાં લૂ લાગી જવાને કારણે 8 વર્ષની બાળકીનું મોત થયું છે. મૃતક બાળકીનું નામ ધાર્મિ કૃણાલ શેઠ હોવાનું માલુમ પડ્યું છે. બાળકીના મોતથી પરિવારમાં
    શોકની લાગણી પ્રસરી ગઈ છે.

    રાજકોટમાં અંગ દઝાડતી ગરમીથી રેડ એલર્ટ

    રાજ્યમાં ઉનાળોથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. તાપમાનનો પારો દિવસેને દિવસે ઉપર જઇ રહ્યો છે જેના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. છેલ્લા કેટલાક દિવસથી તાપમાન 43 ડિગ્રીને પાર જતાં અંગ દઝાડતી ગરમી
    પડી રહી છે. શુક્રવારે રાજકોટમાં તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર જતાં રેલ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. હવામાન વિભાગનું કહેવું છે કે રાજકોટમાં બે દિવસ હિટવેવની અસર જોવા મળશે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Heatwave, Hit, અમદાવાદ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन