Home /News /gujarat /અમદાવાદઃ ATM કાર્ડ કોઇને ન આપતાં નહીં તો ઉપડી જશે પૈસા, બે આરોપીની ધરપકડ

અમદાવાદઃ ATM કાર્ડ કોઇને ન આપતાં નહીં તો ઉપડી જશે પૈસા, બે આરોપીની ધરપકડ

ઝડપાયેલા આરોપીઓ માત્ર સાત ધઓરણ પાસ છે.

પ્રણવ પટેલ, અમદાવાદઃ એટીએમ ધારકો સાવધાન, તમારે માટે લાલ બતી સમાન કિસ્સો સામે આવ્યો છે. તમારુ એટીએમ ગમે ત્યારે સ્ક્રેન થઇ શકે છે અને લાખો રૂપિયા એટીએમના માધ્યમથી ઉપડી શકે છે. ભોળા માણસો અને અભણ માણસના એટીએમની સ્ક્રેન કરી હજારો રૂપિયાની ઉઠાતરી કરતી ટોળકી હાલ પોલીસ ઝડપી છે. અસલાલી પોલીસ સ્ટેશન અને હરિયાણા પોલીસના, સયુક્ત ઓપેરશનની મદદથી ટોળકીના બે સભ્ય હાલ પોલીસ લોકપમાં પહોચી ગયા છે.

અસલાલી પોલીસે સોશિયલ મીડિયાના ગૃપની મદદથી ગુન્હાનો ઉકેલ કર્યો છે. અન્ય રાજ્યના પોલીસ સોશિયલ મીડિયા ગૃપમાં આરોપીના સીસીટીવીના આધારે ફોટા તૈયાર કરી, ગૃપમાં ફોરવર્ડ કર્યા હતા. જે અનુસધાને હરિયાણા પોલીસે આ ગુન્હેગારોની ઓળખ કરી અસલાલી પોલીસને આરોપી અંગે માહિતી આપી હતી.

અહીં ક્લિક કરી વાંચોઃ કરન જોહરની 'ડ્રગ્સ પાર્ટી' મામલે MP સિરસાએ કરી FIR દાખલ કરવાની માંગણી

આ અંગે ન્યુઝ18 ગુજરાત સાથે વાત કરતા અમદાવાદ ગ્રામ્ય ડિવાયએસપી કે ટી કામરીયાએ જણાવ્યુ હતું કે આ ટોળકી ભોળા માણસને એટીએમમાં મદદ કરી ચાલાકીથી એટીએમ સ્ક્રેન કરી લેતા હતા. તેના માધ્યમથી અન્ય એટીએમમાથી પૈસા ઉપાડી લેતા હતા.

બન્ને આરોપીએ ચાંગોદર, પોરબંદર અને માધુપુરામાં પણ આ પ્રકારના ગુન્હા કરી લાખો રૂપિયા એટીએમની ઉપાડી લીધા છે. આરોપી માત્ર ત્રણ અને સાત ધોરણ પાસ છે. તેમ છતા ચાલાકીથી સામાન્ય માણસોને ભોળ પણનો લાભ લઇ લાખો રૂપિયા એટીએમથી ઉપાડતા હતા. 26 જૂલાઇએ ચાંગોદરમાં આ પ્રકારનો ગુન્હો બન્યો હતો જે અંગે અસલાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઇ હતી.

પોલીસે સીસીટીવી ફુટેજની મદદથી આ તમામ આરોપીના ફોટા તૈયાર કર્યા હતા અને ફોટા અન્ય રાજયના પોલીસ સોશિયલ ગૃપમાં ફોરવર્ડ કરાયા હતા. જેમાં હરિયાણા પોલીસે આ આરોપીની ઓળખ કરી હતી. જેથી હરિયાણાથી આ બે આરોપીની ધરપકડ કરી વધુ રિમાન્ડ માટે અહી લાવામાં આવ્યા છે. આમ ગુજરાત પોલીસે ચાંગોદર, પોરબંદર અને માધપુરાનો ગુન્હાનો ઉકેલ કર્યો છે. આરોપી પાસે હજુ પણ અન્ય ગુન્હા અંગે પૂછપરછ કરાશે. હાલ આરોપી પાસેથી 27 હજાર રુપિયા રોકડ જપ્ત કર્યા છે.
First published:

Tags: Ahmadabad, ATM FRAUD