Home /News /gujarat /કાશ્મીરમાં પાક સેનાની નાપાક હરકત, ત્રણ જવાન શહીદ

કાશ્મીરમાં પાક સેનાની નાપાક હરકત, ત્રણ જવાન શહીદ

જમ્મું અને કાશ્મીરમાં પાકિસ્તાનને વધુ એક નાપાક હરકત કરી છે. મંગળવારે મોડી સાંજે ઘાત લગાવીને કરાયેલા આતંકી હુમલામાં ત્રણ જવાન શહીદ થયા છે. જેમાંથી એક જવાનનું શબ માથું કાપેલી હાલતમાં મળ્યું છે.

જમ્મું અને કાશ્મીરમાં પાકિસ્તાનને વધુ એક નાપાક હરકત કરી છે. મંગળવારે મોડી સાંજે ઘાત લગાવીને કરાયેલા આતંકી હુમલામાં ત્રણ જવાન શહીદ થયા છે. જેમાંથી એક જવાનનું શબ માથું કાપેલી હાલતમાં મળ્યું છે.

  • Pradesh18
  • Last Updated :
    જમ્મું #જમ્મું અને કાશ્મીરમાં પાકિસ્તાનને વધુ એક નાપાક હરકત કરી છે. મંગળવારે મોડી સાંજે ઘાત લગાવીને કરાયેલા આતંકી હુમલામાં ત્રણ જવાન શહીદ થયા છે. જેમાંથી એક જવાનનું શબ માથું કાપેલી હાલતમાં મળ્યું છે.

    આતંકી હુમલામાં શહીદ થયેલા ત્રણ જવાનો પૈકી બે જવાનો ઉત્તરપ્રદેશના ગાઝીપુર જિલ્લાના રહેવાસી છે. બદ્દોપુર નિવાસી મનોજ કુશવાહ અને નસીરુદ્દીનપુરના શશાંકસિંહ આ હુમલામાં શહીદ થયા છે. શહીદીના સમાચારને પગલે આખા વિસ્તારમાં શોકની લાલીમા છવાઇ છે.

    અહીં નોંધનિય છે કે, શહીદ ભારતીય જવાનના શબને ક્ષત વિક્ષત કરવાની એક મહિનામાં આ બીજી ઘટના છે. ભારતીય સેનાએ આને પાકિસ્તાની સેનાની બોર્ડર એક્શન ટીમનું આ કારસ્તાન ગણાવ્યું છે. આ ઘટના નિયંત્રણ રેખાના માછિલ સેક્ટરની છે. જે કુપવાડા જિલ્લામાં ભારત અને પાકિસ્તાનને અલગ કરે છે.
    First published:

    Tags: આતંકી સંગઠન, આતંકી હુમલો, જવાન, શહીદ