આ બે દીકરીઓ એક વર્ષ શોપિંગ નહીં કરે, તેમાંથી બચતા 1 લાખ રુપિયા પીએમ રાહત ફંડમાં આપ્યા

આ બે દીકરીઓ એક વર્ષ શોપિંગ નહીં કરે, તેમાંથી બચતા 1 લાખ રુપિયા પીએમ રાહત ફંડમાં આપ્યા
આ બે દીકરીઓ એક વર્ષ શોપિંગ નહીં કરે, તેમાંથી બચતા 1 લાખ રુપિયા પીએમ રાહત ફંડમાં આપ્યા

દીકરીઓની પ્રેરણાથી માતાપિતાએ એમના સંકલ્પથી થનારી બચત ગણી 1 લાખ રુપિયાની રકમ પીએમ રાહત ફંડમાં કોરોના સંકટમાં સહાયતા રૂપે આપી

  • Share this:
વડોદરા : કોરોના સંકટના આ કપરા કાળમાં માનવીય સંવેદના અને સેવા સંકલ્પોની અનેરી ગાથાઓ પ્રકાશમાં આવી રહી છે. વડોદરાના ભટ્ટ પરિવારની બે નાનકડી અને લાડકી દીકરીઓએ સહુને પ્રેરણા આપી તેવું કામ કર્યું છે. કોરોના સંકટને અનુલક્ષીને પ્રધાનમંત્રી રાષ્ટ્રને સંબોધિત કરે છે અને આ સંકટનો મુકાબલો કેવી રીતે કરવો તેનું માર્ગદર્શન આપવાની સાથે પ્રત્યેક નાગરિક આ સંકટની ઘડીમાં કેવી રીતે રાષ્ટ્રને મદદરૂપ બની શકે એની પ્રેરણા અને દિશા દર્શન કરાવે છે.

ભટ્ટ પરિવારની 7 વર્ષની સર્વા અને 12 વર્ષની દૂર્વાએ પીએમ મોદીને સાંભળ્યા હતા અને આ દરમિયાન એમના નાનકડા મનમાં પોતે દેશને કેવી સહાયક બની શકે તેનો વિચાર જાગ્યો હતો. બંનેએ પોતાના પિતા યશ ભટ્ટ અને માતા સ્મિતા ભટ્ટ સમક્ષ એક સંકલ્પ વ્યક્ત કર્યો. આ બંને નાનકડી પરીઓએ માતાપિતાને કહ્યું કે અમે એક વર્ષ સુધી શોપિંગ નહીં કરીએ અને એના પૈસા પણ તમારી પાસે નહીં માંગીએ. એટલું જ નહીં જુલાઈમાં આવતો અમારો આગામી જન્મ દિવસ પણ નહીં ઉજવીએ.આ પણ વાંચો - અમદાવાદ : યુવા વૈજ્ઞાનિકની સિદ્ધિ, વસ્તુની સપાટીને માત્ર 10 મિનિટમાં જંતુમુક્ત કરતું ઉપકરણ વિકસાવ્યું

અમારા આ સંકલ્પથી જે બચત થાય એ અને તમને યોગ્ય લાગે એટલો તમારો ફાળો ઉમેરી અમને એ રકમ આપો. અમારે આ રકમ કોરોના રાહત ફંડમાં આપવી છે. નાનકડી દીકરીઓની આટલી ઊંચી સમજ, પોતાના હક્કનું જતું કરીને મુશ્કેલીમાં હોય એમને મદદરૂપ થવાની ભાવના અને માનવીયતા જોઈને માતા પિતા લાગણીથી અભિભૂત થઈ ગયા હતા.

આ સાંભળી તેમના માતા-પિતાએ તરત જ 1 લાખ રુપિયાની રકમ પી.એમ.કેરમાં યોગદાન રૂપે જમા કરાવવાનો નિર્ણય કર્યો. એટલું જ નહીં સ્મિતાબેન કલેકટર કચેરી પહોંચી ગયા અને જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલને મળીને આ રકમ જમા કરાવી હતી. સ્મિતા બહેને જણાવ્યું હતું કે સંકટની ઘડીએ રાષ્ટ્રને મદદરૂપ થવાની બધાની ફરજ છે. પરંતુ અમારી નાનકડી દીકરીઓ આટલી ઊંચી સમજદારી બતાવશે અને અમને પોતાને સેવાની નવી દિશા દર્શાવશે એની કલ્પના ન હતી. મને લાગે છે કે અમારી દીકરીઓની આ સમજદારી અને સંકલ્પ ઘણાં લોકોને પ્રેરણા આપશે.અમારી દીકરીઓએ ખરેખર સાવ નાની વયે અમને અને અમારા પરિવારનું ગૌરવ વધાર્યું છે.

જિલ્લા કલેકટરે પણ આ બંને નાનકડી દીકરીઓની ભાવનાને બિરદાવી છે અને ટ્વીટ કરીને લોકોને તેમના આ પ્રેરક કાર્યની જાણ કરી છે. ખાસ વાત એ છે કે સર્વા અને દૂર્વા, બંનેના જન્મ વર્ષ અલગ છે પણ જન્મ તારીખ એક જ છે સાતમી જુલાઇ. આ વર્ષે કદાચ પ્રથમ વખત એવું બનશે કે પરિવારની લાડકીઓ એમનો જન્મ દિવસ નહીં ઉજવે, પણ નહીં ઉજવેલો જન્મ દિવસ જીવનમાં હવે પછી તેઓ ઉજવશે એ તમામ જન્મ દિવસોની ખુશીઓના સરવાળાથી અનેક ગણી ખુશી નિશ્ચિત આપશે.
Published by:News18 Gujarati
First published:April 17, 2020, 17:49 pm

ટૉપ ન્યૂઝ