Home /News /gujarat /

Ahmedabad Double Murder: અમદાવાદના રામોલમાં 100 મીટરના અંતરમાં બે યુવકોની લાશ મળી

Ahmedabad Double Murder: અમદાવાદના રામોલમાં 100 મીટરના અંતરમાં બે યુવકોની લાશ મળી

ફક્ત 100 મીટરનાં અંતરે જ મળેલા બે મૃતદેહ વચ્ચે સામ્યતાઓ મળતા પોલીસે અલગ અલગ દિશાઓમાં તપાસ હાથ ધરી હતી.

અમદાવાદ શહેરના રામોલ વિસ્તારમાં બે યુવકોની હત્યા થઈ હોવાની ઘટના સામે આવી છે. રામોલ ન્યુ લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા અને ફાઇનાન્સ કંપનીમાં નોકરી કરતો કલ્પેશ હેમાળેનો મૃતદેહ તેના જ ઘરમાં ધાબા પરથી મળી આવ્યો હતો. કલ્પેશ ધાબા પર સૂતો હતો ત્યારે સવારના સમયે તિક્ષણ હથિયારના ઘા મારેલી હાલતમાં કલ્પેશનો મૃતદેહ મળી આવ્યો હતો.

વધુ જુઓ ...
અમદાવાદ (Ahmedabad)ના રામોલ વિસ્તારમાં ડબલ મર્ડર (Ramol Double Murder)ની ઘટના સામે આવી છે. રામોલ ન્યુ લક્ષ્મીનારાયણ સોસાયટી અને તિલકનગર વિસ્તારમાં અલગ-અલગ બે હત્યા કરાયેલ મૃતદેહ (Dead Body) મળી આવ્યા હતા. સમગ્ર મામલે રામોલ પોલીસે (Ramol Police) તપાસ હાથ ધરી હતી. જો કે પોલીસની પ્રાથમિક તપાસમાં કેટલીક હકીકતો પણ સામે આવી છે. હાલ તો પોલીસે બંને હત્યા મામલે શકમંદ આરોપીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે.

અમદાવાદ શહેરના રામોલ વિસ્તારમાં બે યુવકોની હત્યા થઈ હોવાની ઘટના સામે આવી છે. રામોલ ન્યુ લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા અને ફાઇનાન્સ કંપનીમાં નોકરી કરતો કલ્પેશ હેમાળેનો મૃતદેહ તેના જ ઘરમાં ધાબા પરથી મળી આવ્યો હતો. કલ્પેશ ધાબા પર સૂતો હતો ત્યારે સવારના સમયે તિક્ષણ હથિયારના ઘા મારેલી હાલતમાં કલ્પેશનો મૃતદેહ મળી આવ્યો હતો. કલ્પેશનાં માતા જ્યારે ધાબા પર ગયા ત્યારે કલપેશનો મૃતદેહ મળી આવ્યો હતો. સમગ્ર મામલે પોલીસને જાણ કરતા રામોલ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો- Mehsana Crime: મહેસાણામાં શિક્ષિકાની હત્યાને લઇ મોટો ખુલાસો, માત્ર 2000 રૂપિયા ના આપતા હત્યા થઇ

પોલીસ કલ્પેશની હત્યા મામલે તપાસ કરે તે પહેલા જ કલ્પેશના ઘરના મેઈન રોડની સામે આવેલી ખુલ્લી જગ્યામાં હત્યા કરાયેલી હાલતમાં વધુ એક મૃતદેહ હોવાનું જાણવા મળતા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. બીજા મૃતદેહ મામલે પોલીસે તપાસ કરતા મૃતકનું નામ રણજીત ગૌતમ હતું. રણજીત મિસ્ત્રી કામના વ્યવસાય સાથે જોડાયેલો હતો. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ કરતા નજીક નજીકમાં થયેલી બંને હત્યાઓનું કનેક્શન બાબતે પણ તપાસ શરૂ કરી હતી.

આ પણ વાંચો- women world boxing championships : મહિલા બોક્સર નિખત ઝરીને ઈતિહાસ રચ્યો, વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીત્યો

ફક્ત 100 મીટરનાં અંતરે જ મળેલા બે મૃતદેહ વચ્ચે સામ્યતાઓ મળતા પોલીસે અલગ અલગ દિશાઓમાં તપાસ હાથ ધરી હતી. બંને મૃતદેહો અર્ધ નગ્ન હાલતમાં હતા, એટલું જ નહિ બંને મિત્રો હોવાનું પણ સામે આવ્યું છે. જો કે તપાસ દરમિયાન પોલીસને કેટલીક હકીકતો સામે આવતા કેટલાક શંકાસ્પદની પૂછપરછ શરુ કરી છે. જો કે આરોપી ઓની પૂછપરછ દરમિયાન જ હકીકત સામે આવશે ક્યાં કારણોસર આ હત્યાના બનાવ બન્યો છે.
Published by:rakesh parmar
First published:

Tags: Ahmedabad crime Ahmedabad News, Ahmedabad Murder news, Gujarati news, Ramol police

આગામી સમાચાર