થોડા સમયથી અમદાવાદની ટ્રાફિક પોલીસે નિયમો કડક બનાવ્યાં છે. લોકો આ નિયમોનું અમલીકરણ કરે છે કે નહીં તેનું પણ તેઓ ધ્યાન રાખે છે. ગઇકાલે ટ્રાફિક પોલીસે અમદાવાદમાં 'સેફટી હેલ્મેટ' પહેરેલા લોકો સામે ડ્રાઇવ ચલાવી હતી. સેફ્ટી હેલ્મેટને આપણે બોલચાલની ભાષામાંં તપેલી હેલ્મેટ પણ કહીએ છીએ. તેમણે ગઇકાલે આવા 200 લોકોને આવી હેલ્મેટ પહેરવાને કારણે દંડ ફટકાર્યો હતો.
તપેલી હેલ્મેટ એટલે માત્ર દંડથી બચવા માટે લોકો પહેરે છે. આવી હેલ્મેટથી માણસના જીવની કોઇપણ પ્રકારની સુરક્ષા થતી નથી. આ હેલ્મેટ રોડ પર વેચાઇ છે. જે તમને 80 રૂ.થી 150 રૂપિયા સુધીમાં મળી જાય છે.
ગઇ કાલે ટ્રાફિક પોલીસે ટ્રાફિક પોલીસે લોકોને આવી હેલમેટ નિયમ વિરુદ્ધ હોવાની સ્પષ્ટતા કરી હતી. તે ઉપરાંત વાહનચાલકોને દંડ કરવાનું શરૂ કર્યું છે. આમ તપેલી હેલમેટ હવે ચાલશે નહીં અને દંડમાંથી બચી શકાશે નહીં.
ટ્રાફિક પોલીસ હવેથી આ પ્રકારની હેલમેટ સ્વીકારશે નહીં. શનિવારે તપેલી હેલમેટ પહેરનારા લગભગ 200 લોકોને દંડ ફટકારવામાં આવ્યો હતો. છેલ્લા 24 કલાકમાં ટ્રાફિક પોલીસે હેલમેટ નહીં પહેરવા બદલ 6.32 લાખ દંડ વસૂલ કર્યો હતો.
પોલીસ જ્યારે હેલ્મેટ વગર દંડ ફટકારવાનું શરૂ કર્યુ ત્યારથી તપેલી હેલમેટના વેચાણમાં લગભગ 4 ગણો વધારો થયો હતો. પોલીસના મેમોથી બચવા મોટાભાગના લોકો સુરક્ષાનો હેતુ નેવે મૂકી માત્ર પહેરવા ખાતર ફૂટપાથ પર મળતી સસ્તી હેલમેટની ખરીદી કરી રહ્યા હતા.