Home /News /gujarat /

છેલ્લા 24 કલાકમાં 176 તાલુકામાં વરસાદ, સિઝનનો કુલ વરસાદ 98.10% થયો

છેલ્લા 24 કલાકમાં 176 તાલુકામાં વરસાદ, સિઝનનો કુલ વરસાદ 98.10% થયો

કચ્છમાં વરસાદ

દક્ષિણ ગુજરાતમાં આ સિઝન દરમિયાન અત્યાર સુધી 109. 88 ટકા વરસાદ પડ્યો છે. કચ્છની વાત કરવામાં આવે તો સતત બે વર્ષ નબળા રહ્યા બાદ આ વર્ષે અત્યાર સુધી સિઝનનો કુલ 119 ટકા વરસાદ પડ્યો છે.

    ન્યૂઝ18 ગુજરાતી : ભારે વરસાદની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 32 જિલ્લાના 176 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ 139 મિલીમીટર વરસાદ પોરબંદરના કુતિયાણામાં નોંધાયો છે. તેની સાથે જ રાજ્યમાં સરેરાશ વરસાદ 98.10 ટકા થયો છે. (આ પણ વાંચો : રાજકોટમાં સવારે 7 વાગ્યા સુધી ધોધમાર 7 ઇંચ વરસાદ ખાબક્યો, મહિલા કોલેજ અંડર બ્રિજ બંધ કરી દેવાયો)

    ઝોન પ્રમાણે કેટલો વરસાદ:

    દક્ષિણ ગુજરાતમાં આ સિઝન દરમિયાન અત્યાર સુધી 109. 88 ટકા વરસાદ પડ્યો છે. કચ્છની વાત કરવામાં આવે તો સતત બે વર્ષ નબળા રહ્યા બાદ આ વર્ષે અત્યાર સુધી સિઝનનો કુલ 119 ટકા વરસાદ પડ્યો છે. જ્યારે આ વખતે ઉત્તર ગુજરાતમાં સિઝનનો સૌથી ઓછો 80.01 ટકા વરસાદ પડ્યો છે. મધ્ય ગુજરાતની વાત કરવામાં આવો તે અહીં સિઝનનો કુલ 98.43 ટકા વરસાદ પડ્યો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં અત્યાર સુધી સિઝનનો 86.62 ટકા વરસાદ પડ્યો છે.

    ધરોઈ ડેમ


    છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ?

    છેલ્લા 24 કલાકના આંકડા પર નજર કરીએ તો પોરબંદરના કુતિયાણામાં સૌથી વધારે 139 મિલીમીટર વરસાદ પડ્યો છે. નીચેના જગ્યાએ ચાર ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે.

    કુતિયાણા (પોરબંદર)--------- 139 મિમી
    જલાલપોર (નવસારી)--------- 136 મિમી
    પોશીના (સાંબરકાંઠા)-------- 125 મિમી
    રાજકોટ---------------------- 123 મિમી
    ખેડબ્રહ્મા (સાબસકાંઠા)-------116 મિમી
    પોરબંદર---------------------104 મિમી
    નવસારી----------------------101 મિમી
    માણાવદર (જૂનાગઢ)----------99 મિમી

    રાજકોટમાં અંડર બ્રિજ બંધ કરાયો.


    સવારે છ વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન વરસાદ : 

    સોમવારે સવારે છ વાગ્યાથી આઠ વાગ્યા દરમિયાન રાજકોટમાં 84 મિ.મી., જોડિયામાં 47 મિ.મી., નવસારીના ગણદેવીમાં 32 એમ.એમ., ચિખલીમાં 27 મિ.મી., ટંકારામાં 27 મિ.મી., વાંકાનેરમાં 27 મિ.મી. વરસાદ નોંધાયો છે.

    રાજ્યના અપડેટ્સ :

    બોટાદ : ગઈકાલ રાતથી પડી રહેલા વરસાદને પગલે રાણપુરના નાગનેશ ગામે ભાદર નદીમાં પૂર આવ્યું છે. નાગનેશ ગામના લોકોને જવા આવવાનો રસ્તો બંધ થઈ ગયો છે. લોકો જીવના જોખમે નદી પાર કરી રહ્યા છે.

    જીવના જોખમે નદી પાર કરી રહેલા લોકો.


    નર્મદા ડેમ : નર્મદા ડેમમાં પાણીની સતત આવક થતા ડેમની સપાટ 134.99 મીટરે પહોંછી છે. નર્મદા ડેમમાં હાલ ઉપરવાસમાંથી 2,18,431 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમના દરવાજા ખોલીને નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. પાણીની આવક થતાં રિવર બેડ પાવર હાઉસના 6 ટર્બાઇન ચાલુ કરવામાં આવ્યા છે.

    બનાસકાંઠા : ઉપરવાસમાં ભારે વરસાદના પગલે દાંતીવાડા ડેમમાં પાણીની થઈ છે. ડેમમાં 1000 ક્યુસેક પાણીની આવક થઈ થઈ રહી છે. હાલમાં ડેમની સપાટી 564.90 ફૂટ છે, ડેમની ભયજનક સપાટી 604 ફૂટ છે.

    ઉકાઇ ડેમ


    તાપી : સતત પાણીની આવકને પગલે ઉકાઈ ડેમના 22 દરવાજા પૈકી 11 દરવાજા ખોલાયા છે. હાલ ડેમની સપાટી 339.80 ફૂટ છે. ડેમમાં પાણીની આવક 1 લાખ 9375 ક્યુસેક જ્યારે જાવક 1 લાખ 9375 ક્યુસેક છે.



    હમીરરસ તળાવમાં નવા નીર આવ્યાં.


    ભુજ : શહેરના હૃદયસમાં હમીરસર તળાવમાં નવા નીર આવ્યા છે. ભુજ સહિત ઉપરવાસમાં ભારે વરસાદથી હમીરસરમાં નવું પાણી આવ્યું છે.

    મહેસાણા : ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે. હાલ ડેમની સપાટી 605.21 ફૂટે પહોંચી છે. ડેમમાં હાલ પાણીનો કુલ જથ્થો 46.25 ટકા ઉપલબ્ધ છે. ડેમમાં હાલ 6,111 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Heavy rain, IMD, Saurashtra, ચોમાસુ, રાજકોટ

    આગામી સમાચાર