Home /News /gujarat /

ગુજરાતમાં 2018માં વર્ગ-1નાં 32 અધિકારીઓ લાંચ લેતા ઝડપાયાં

ગુજરાતમાં 2018માં વર્ગ-1નાં 32 અધિકારીઓ લાંચ લેતા ઝડપાયાં

પ્રતિકાત્મક તસવીર

એસ.સી.બીએ વર્ષ 2018માં ફૂલ 729 આરોપીઓને પકડ્યા. જેમાં વર્ગ-2ના 91 અધિકારીઓ હતા. આ જ વર્ષ દરમિયાન વર્ગ ત્રણનાં 337 અધિકારીઓ લાંચ લેતા ઝડપાયાં હતાં.

    મયુર માંકડિયા ગુજરાતમાં 2018નાં વર્ષમાં વર્ગ-1 (ક્લાસ વન) અધિકારીઓ મોટા પ્રમાણમાં લાંચ લેતા ઝડપાયા હતા તેવી વિગતો બહાર આવી છે.

    રાજ્ય સરકાર વિધાનસભામાં રજૂ કરેલા આંકડાઓ મુજબ, 2018નાં વર્ષમાં ભ્રષ્ટાચાર વિરોધી દળે (ACB)એ વર્ગ એકનાં 32 અધિકારીઓને લાંચ લેતા ઝડપ્યા હતાં.

    આ આંકડાઓ મુજબ, એસ.સી.બીએ વર્ષ 2018માં ફૂલ 729 આરોપીઓને પકડ્યા. જેમાં વર્ગ-2ના 91 અધિકારીઓ હતા. આ જ વર્ષ દરમિયાન વર્ગ ત્રણનાં 337 અધિકારીઓ લાંચ લેતા ઝડપાયાં હતાં.

    મહત્વની વાત એ છે કે, ACBએ વર્ષ 2018માં 256 ખાનગી વ્યક્તિને લાંચના કેસમાં પકડ્યા હતા. ગુજરાત સરકારમાં વર્ગ એકના અધિકારીઓ વિરુદ્ધ કુલ 72 ફરિયાદ મળી

    સરકારે વિધાનસભામાં જણાવ્યું કે, વર્ગ એકના 72 પૈકી 3 અધિકારીઓને મોટી સજા કરવામાં આવી.

    તકેદારી આયોગ દ્વારા વર્ગ એકના 41 અધિકારીઓને પેંશનકાપની સજા કરવામાં આવી.વર્ગ એકના 28 અધિકારીઓને ગૌણ સજા કરવામાં આવી.

    સરકારને વર્ગ બેના 63 અંધિકારીઓ સામે ફરિયાદ મળી છે. આ 63 ફરિયાદો પૈકી વર્ગ બેના 4 અધિકારીઓને મોટી સજા કરવામાં આવી અને 29 અધિકારીઓને પેંશનકાપની સજા કરવામાં આવી. વર્ગ બેના 30 અધિકારીઓને ગૌણ સેવા તકેદારી આયોગ દ્વારા કરાઈ.  આ જ રીતે, વર્ગ ત્રણના 5 અધિકારીઓને મોટી સજા કરાઈ વર્ગ ત્રણના 16 અધિકારીઓને પેંશનકાપની સજા કરવામાં આવી હતી.
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Bribe, એસીબી, ગુજરાત, ભારત, ભ્રષ્ટાચાર

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन