Home /News /gujarat /ગુજરાતની 26 બેઠકો ઉપરથી ભાજપનો વિજય થવા જઇ રહ્યો છેઃ પીયૂષ ગોયલ

ગુજરાતની 26 બેઠકો ઉપરથી ભાજપનો વિજય થવા જઇ રહ્યો છેઃ પીયૂષ ગોયલ

પીયુષ ગોયલ કેન્દ્રિયમંત્રી

આ પ્રસંગે કેન્દ્રના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. પીયુષ ગોયલ, રાજનાથસિંહ, અરુણ જેટલી, ઉદ્ધવ ઠાકરે, રામવિલાસ પાસવાન, નીતિન ગડકરી જેવા અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

  મયુર માકડિયા, ગાંધીનગરઃ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે આજે શનિવારે બપોરે ગાંધીનગર લોકસભા બેઠક ઉપરથી ઉમેદવારી પત્ર ભર્યું છે. વિશાળ રેલી સાથે અમિત શાહે ઉમેદવારી પત્ર આપ્યું છે. આ પ્રસંગે કેન્દ્રના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. પીયુષ ગોયલ, રાજનાથસિંહ, અરુણ જેટલી, ઉદ્ધવ ઠાકરે, રામવિલાસ પાસવાન, નીતિન ગડકરી જેવા અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

  અમિત શાહની ઉમેદવારી પત્ર ભર્યા બાદ કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલે જણાવ્યું હતું. કે આ વખતે ગાંધીનગરથી અમિતભાઇને ઐતિહાસિક વિજય મળશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને દેશના વડાપ્રધાન મોદીની જોડી પ્રેમની જોડી છે. અટલ અને અડવાણીની જોડીની જેમ શાહ અને મોદીની જોડીના ઉદય બહુ પહેલાથી થયો છે. દેશમાં તેમની જીત નક્કી જણાય છે. ગુજરાતમાં 26 બેઠકો ઉપર ભાજપનો વિજય થવા જઇ રહ્યો છે ત્યારે દેશમાં પણ ભાજપની પૂર્ણ બહુમતીની સરકાર બનવા જઇ રહી છે.

  આ ઉપરાંત નાણામંત્રી અરુણ જેટલીએ જણાવ્યું હતું કે, લોકસભાની ચૂંટણી માટે ગાંધીનગર બેઠક ઉપરથી અમિત શાહે ઉમેદવારી પત્ર ભર્યું છે. જેના સમર્થનમાં તમામ દિગ્ગજ નેતાઓ અને પ્રજા ઉપસ્થિત રહી છે. આ એજ જણાવે છે કે, ગાંધીનગરની બેઠક લોકસભાની ચૂંટણીમાં મહત્વપૂર્વ સ્થાન ધરાવે છે. આ એજ બેઠક છે જેના ઉપરધી અટલબિહારી વાજપાય, અડવાણી જેવા નેતાઓ પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે.

  આમ ગાંધીનગરના બેઠકનું મહત્વ સમજીને બીજેપીએ અધ્યક્ષ અમિત શાહને ઉમેદવાર જાહેર કર્યા છે. અને ગુજરાતની 22 બેઠકો ઉપરથી ભાજપ જીતીને નરેન્દ્ર મોદીને ફરીથી વડાપ્રધાન બનાવશે.
  Published by:ankit patel
  First published:

  Tags: Amit shah, Gujarat Lok sabha election 2019, PIyush Goyal, ગાંધીનગર`, ગુજરાત

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन