ન્યૂઝ18 ગુજરાતી : પ્રથમ એપ્રિલ, 2019થી જો તમે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર મુસાફરી કરો છો તો તમારે વધારે ટોલ ટેક્સ ચુકવવો પડશે. આ અંગે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા તરફથી જાહેરાત આપવામાં આવી છે. ટોલ ફીની વાત કરીએ તો વડોદરાથી આણંદ વચ્ચે મોટરકારની ફીમાં રૂ. 5નો વધારો કરવામાં આવ્યો છે. વડોદરાથી અમાદવાદ કે અમદાવાદથી વડોદરાની ફીમાં રૂ. 10નો વધારો કરાયો છે. અંદાજ પ્રમાણે દરરોજ 50 હજાર વાહનો એક્સપ્રેસ વે પરથી પસાર થાય છે. શક્યતા એવી પણ રહેલી છે કે અમદાવાદ-વડોદરા વચ્ચે ટોલ ટેક્સ વધારવામાં આવ્યા બાદ એસ.ટી. તરફથી બસના ભાડામાં પણ વધારો કરવામાં આવે.
2013માં ટોલ ટેક્સમાં 20%નો ઘટાડો કરાયો હતો
ઉલ્લેખનીય છે કે વર્ષ 2013માં અમદાવાદ અને વડોદરા વચ્ચે ટોલ ટેક્સમાં 20 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. જોકે, ત્યાર બાદ ટોલ ટેક્સમાં સતત વધારો નોંધાયો છે. અમદાવાદથી વડોદરા માટે હવે કાર, જીપ કે વાન માટે રૂ. 105ના બદલે રૂ. 110 ચુકવવા પડશે. રિટર્ન ટોલ ટેક્સ ભરનાર વાહનચાલકે હવે રૂ. 155ના બદલે રૂ. 160 ચુકવવા પડશે.
કાર જીપ ઉપરાંત અન્ય વાહનાનો દરમાં પણ વધારો કરવામાં આવ્યો છે. જે પ્રમાણે બસ અને ટ્રક માટે પહેલા રૂ. 350 ટેક્સ ચુકવવો પડતો હતો, હવે તેમણે રૂ. 365 ચુકવવા પડશે.
હવે કેટલો ટેક્સ ચુકવવો પડશે?
વાહનનો પ્રકાર
સિંગલ ટ્રીપ
રિટર્ન ટ્રીપ
મંથલી પાસ
કાર/જીપ/વાન
110
160
3590
એલસીવી
175
260
5795
બસ/ટ્રક
365
545
12145
ત્રણ એક્સેલ સુધી
395
595
13250
ચારથી છ એક્સેલ
570
855
19045
એચસીએમ/ઈએમઈ
570
855
19045
સાત અથવા વધારે એક્સેલ
695
1045
23185
વડોદરાથી અમદાવાદ વચ્ચે ટેક્સ બ્રેકઅપ
વાહન
અમદાવાદ
ઔડારિંગ રોડ
નડિયાદ
આણંદ
કાર-જીપ
રૂ.110
રૂ.105
રૂ.55
રૂ.40
એલસીવી
રૂ.175
રૂ.165
રૂ.140
રૂ.65
બસ-ટ્રક
રૂ.365
રૂ.350
રૂ.195
રૂ.135
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર