Home /News /gujarat /

'હિન્દુ માટે અવાજ ઉઠાવવાની મળી સજા', તોગડિયાના સમર્થનમાં આવ્યો પુત્ર

'હિન્દુ માટે અવાજ ઉઠાવવાની મળી સજા', તોગડિયાના સમર્થનમાં આવ્યો પુત્ર

    વીએચપીમાંથી હાંસિયામાં ધકેલાયા બાદ પ્રવીણ તોગડિયા અમદાવાદ વીએચપી કાર્યાલય ખાતે ઉપવાસ કરી રહ્યા છે. આજે ઉપવાસનો બીજો દિવસ છે. બીજા દિવસે પણ મોટી સંખ્યામાં સાધુ સંતો અને વીએચપીના સમર્થકો ઉપવાસમાં જોડાયા છે. હાલ તોગડીયાની તબિયત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે. આજે ડોક્ટર્સ દ્વારા તેમના સ્વાસ્થ્યની તપાસ પણ કરવામાં આવશે. બીજી તરફ તોગડિયાના સમર્થનમાં તેમનો પુત્ર આવ્યો છે. તોગડિયાને પુત્ર આકાશે આ સંદર્ભે એક ફેસબુક પોસ્ટ મૂકી છે.

    તોગડિયાના પુત્રએ ફેસબુક પોસ્ટમાં શું લખ્યું?

    બુધવારે આકાશ તોગડિયાએ પોતાના ફેસબુક પેજ પર મૂકેલી પોસ્ટમાં લખ્યું છે કે, 'મારા પિતાજીએ હિન્દુ સમાજની સેવા કરવા માટે પોતાનો પરિવાર અને ડોક્ટરી છોડી હતી. તેમને હિન્દુઓ માટે અવાજ ઉઠાવવાની સજા મળી છે. આજે તેમની જે દશા છે તે જોઈને હવે કોણ પોતાનો પરિવાર છોડશે?'



    મંગળવારે 'જય શ્રી રામ'ના નારા સાથે તોગડિયા ઉપવાસ પર બેઠા

    મંગળવારે ડો.પ્રવીણ તોગડીયા આમરણ ઉપવાસ ઉપર ઉતર્યા હતા. જીએમડીસી ગ્રાઉન્ડ પર પોલીસની મંજૂરી ન મળતા તેઓ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યાલય ખાતે જ ઉપવાસ પર બેઠા છે. તેમની સાથે મોટી સંખ્યામાં સાધુ સંતો પણ જોડાયા હતા.

    તોગડિયાને સમજાવવાના થયા હતાં પ્રયાસો

    સોમવારે ભાજપ નેતા સુરેન્દ્ર પટેલે છેલ્લી ક્ષણ સુધી તેમને સમજાવવા માટે આવ્યા હતા. તેમણે તોગડિયા સાથે બેઠક કરી હતી. બેઠક બાદ સુરેન્દ્ર પટેલે મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે, ‘તોગડિયા અમારા સાથી છે. ભાજપ રામ મંદિરનો મુદ્દો ભૂલ્યો નથી.'

    મને સત્તાની ઓફર કરી હતી જેને મેં ઠુકરાવી

    ઉપવાસની શરૂઆત તોગડિયાએ સરકાર અને ભાજપ અને મોદી પર પ્રહારો કરતાં કહ્યું કે સરકારે જે પણ વાયદા કર્યા તે તમામમાં યુ-ટર્ન લીધો છે. સાથે જ તેમણે કહ્યું હતું કે મને પણ સત્તાની ઓફર હતી પરંતુ એ તમામ ઓફરોને મેં ઠુકરાવી છે. મંદિર બનાવવાની માગ વ્યક્તિગત છે, 4 વર્ષથી સંસદમાં કાયદો બનાવવા માગ કરી છે.'

    ઉપવાસના ત્રણ સ્થળ બદલાયા

    પહેલા જાહેરાત કરવામાં આવી હતી કે મંગળવારથી તોગડિયા અમદાવાદમાં સાબરમતી ગાંધીઆશ્રમ સામે આમરણાંત ઉપવાસ ઉપર બેસશે પછી સામે આવ્યું હતું કે તેઓ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં આમરણ ઉપવાસ પર બેસશે. પરંતુ અંતે ઉપવાસનું સ્થળ બદલીને પાલડીમાં વિશ્વ હિંદુ પરિષદની કચેરી સામે રાખવામાં આવ્યું છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Pravin togadia, અમદાવાદ, ઉપવાસ

    આગામી સમાચાર