અમાદવાદઃ નાટ્યાત્મક રીતે ગુમ થયેલા પ્રવીણ તોગડીયા રવિવારે રાત્રે 10 કલાક બાદ મોડી સાંજે કોતરપુર નજકથી બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. એવા અહેવાલ આવ્યા હતા કે તેઓ કોઈ દાઢીધારી શખ્સ સાથે રિક્ષામાં નીકળ્યા હતા. તોગડિયા જેમની સાથે નીકળ્યા હતા તે વ્યક્તિ વિહિપના જ કાર્યકર ધીરૂભાઈ કપુરિયા હોવાની વાત સામે આવી છે. પોલીસે હાલમાં ધીરૂભાઈની પૂછપરછ શરૂ કરી છે.
મોબાઈ અને બેગ ગુમ
રવિવારે રાત્રે કોઈ અજાણ્યા વ્યક્તિએ 108ને ફોન કરીને તોગડિયા અંગે જાણકારી આપી હતી. 108ની ટીમ જ્યારે સ્થળ પર પરોંચી ત્યારે તેઓ બેભાન હાલતમાં હતા. ફોન કરનાર અજાણી વ્યક્તિ તેમની સાથે જ હતી. પોલીસ હાલમાં આ વ્યક્તિ કોણ છે તેની તપાસ કરી રહી છે. તોગડિયાની હાલમાં ચંદ્રમણિ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેઓ આજે હોસ્પિટલમાંથી કાર્યકરોને સંબોધે તેવી શક્યતા છે.
તોગડિયાની ભાળ મળ્યા બાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ સહિત પોલીસ કાફલો પણ હોસ્પિટલ પહોંચ્યો હતો. પૂછપરછમાં સામે આવ્યું હતું કે, પ્રવીણ તોગડિયા વિહિપના કાર્યાલયથી VHPના કાર્યકર્તા ધીરૂભાઈ કપુરીયા સાથે નીકળ્યા હતા. પ્રવીણ તોગડિયા પાસે 2 બેગ અને બે મોબાઈલ હતા જે હાલ ગુમ છે. પોલીસે આ મોબાઈલ લોકેશન પણ મેળવવાની તજવીજ હાથ ધરી છે. આ પહેલા સોમવારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ JCP જે.કે.ભટ્ટ પ્રેસ કોન્ફરન્સ કરી પ્રવીણ તોગડિયા ગુમ થયાની વાત કરી હતી.