Home /News /gujarat /

તોગડિયાની કહાણીમાં નવો ટ્વિસ્ટ, જાતે જ કાર લઈને એરપોર્ટ પહોંચ્યાનો ખુલાસો

તોગડિયાની કહાણીમાં નવો ટ્વિસ્ટ, જાતે જ કાર લઈને એરપોર્ટ પહોંચ્યાનો ખુલાસો

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં બહાર આવ્યું કે એરપોર્ટ ખાતે તેઓ કાર લઈ જાતે જ પહોંચ્યા હતા.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં બહાર આવ્યું કે એરપોર્ટ ખાતે તેઓ કાર લઈ જાતે જ પહોંચ્યા હતા.

    અમદાવાદઃ  મંગળવારે વીએચપીના અધ્યક્ષ અધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને પોતાનું એન્કાઉન્ટર થવાના ષડયંત્રના આક્ષેપો કર્યા હતા. બીજા પક્ષે તોગડિયા ગુમ થવાથી મળી જવા અને ત્યાર બાદ તેમણે કરેલી પ્રેસ કોન્ફરન્સ અને તેમાં લગાવેલા આક્ષેપો પર ક્રાઇમબ્રાંચે તપાસ હાથી ધરી હતી. તોગડિયાના આક્ષેપો અને તપાસમાં વિરોધાભાસ દેખાઇ રહ્યો છે.

    પ્રવીણ તોગડિયાના ગુમ થયાની કહાણીમાં નવો ટ્વિસ્ટ આવ્યો છે. તોગડિયાએ કોન્ફરન્સમાં કહ્યું કે તે રિક્ષામાં ગયા હતા. તેમની સાથે તેનો કાર્યકર હતો. તોગડિયાએ સાથે જ પોલીસ અને સરકાર પર પ્રહાર કર્યા હતા. પરંતુ કહાણી કંઇક અલગ જ છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં બહાર આવ્યું કે એરપોર્ટ ખાતે તેઓ કાર લઈ જાતે જ પહોંચ્યા હતા.

    ત્યાર બાદ તેમણે એમ્બ્યુલન્સ બોલાવી હતી, અને તેઓ જ હોસ્પિટલ જાતે આવ્યા હતા. ક્રાઈમ બ્રાંચના જોઈન્ટ પોલીસ કમિશ્નર જે કે બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, તોગડિયાએ બેભાન થઈ ગયાની હકીકત જાહેર કરી હતી તે વાત ખોટી છે. તમામ ફોન કોલ્સ અને સીસીટીવી ફૂટેજના આધારે સ્પષ્ટ થયું હતું કે તોગડિયાએ જ ડ્રાઇવરના ફોન ઉપરથી 108ને ફોન કર્યો હતો.

    108 પહોંચી ત્યારે તોગડિયા એકલા બેઠા હતા, તેમનો ડ્રાઈવર જતો રહ્યો હતો. 108ના સ્ટાફે સારવારની વાત કરતા તેમણે સારવાર લેવાની ના પાડી હતી પરંતુ તેમનું બીપી બરાબર હતું. રસ્તામાં તેમણે જ સિવિલ જવાને બદલે ચંદ્રમણિ હોસ્પિટલ જવાનું કહ્યું હતું. આ ઉપરાંત તોગડિયાના અંગત માણસ હોસ્પિટલના સંપર્કમાં હતા.

    હાલ ક્રાઇમ બ્રાંચ ઘનશ્યામ ચરણ દાસ, ડોક્ટર અગ્રવાલ અને પ્રવીણ તોગડિયાના નિવેદન લેશે ત્યારબાદ જેડ સુરક્ષા કર્મીઓના નિવેદન અને જરૂરી તમામ દસ્તાવેજો એકઠાં કરાશે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Pravin togadia, ક્રાઇમ બ્રાંન્ચ

    આગામી સમાચાર