Home /News /gujarat /ગોવામાં આજે ખરાખરીનો ખેલ, મનોહર પારિકર બહુમત સાબિત કરશે, કોંગ્રેસ વિરોધના મૂડમાં

ગોવામાં આજે ખરાખરીનો ખેલ, મનોહર પારિકર બહુમત સાબિત કરશે, કોંગ્રેસ વિરોધના મૂડમાં

રક્ષામંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ ગોવાના મુખ્યમંત્રી તરીકે શપથ લેનારા મનોહર પારિકર માટે આજનો દિવસ ખરાખરીનો રહેશે. કોંગ્રેસની વધુ બેઠકો હોવા છતાં ગોવામાં ભાજપની સરકાર બનાવનાર મનોહર પારિકરને આજે પોતાનો બહુમત સાબિત કરવાનો છે. કોંગ્રેસ આ અવસરે વિરોધ નોંધાવશે.

રક્ષામંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ ગોવાના મુખ્યમંત્રી તરીકે શપથ લેનારા મનોહર પારિકર માટે આજનો દિવસ ખરાખરીનો રહેશે. કોંગ્રેસની વધુ બેઠકો હોવા છતાં ગોવામાં ભાજપની સરકાર બનાવનાર મનોહર પારિકરને આજે પોતાનો બહુમત સાબિત કરવાનો છે. કોંગ્રેસ આ અવસરે વિરોધ નોંધાવશે.

વધુ જુઓ ...
    ગોવા #રક્ષામંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ ગોવાના મુખ્યમંત્રી તરીકે શપથ લેનારા મનોહર પારિકર માટે આજનો દિવસ ખરાખરીનો રહેશે. કોંગ્રેસની વધુ બેઠકો હોવા છતાં ગોવામાં ભાજપની સરકાર બનાવનાર મનોહર પારિકરને આજે પોતાનો બહુમત સાબિત કરવાનો છે. કોંગ્રેસ આ અવસરે વિરોધ નોંધાવશે.

    સુપ્રીમ કોર્ટના આદેશાનુસાર ગુરૂવારે વિધાનસભામાં શક્તિ પરીક્ષણ થશે. મનોહર પારિકરને પોતાનો બહુમત સાબિત કરવો પડશે નહીં તો કોંગ્રેસને સરકાર બનાવવાનો મોકો મળશે.

    શક્તિ પરીક્ષણને જોતાં કોંગ્રેસ છાવણીમાં પણ ભારે હલચલ જોવા મળી રહી છે. મતદાન પહેલા કોંગ્રેસથી નારાજ ધારાસભ્યો સાથે વિશ્વજીત રાણેએ 5 યુવા ધારાસભ્યો સાથે બેઠક પણ કરી છે. આ બેઠક એક હોટલમાં થઇ હોવાનું સામે આવી રહ્યું છે. વિશ્વજીત કોંગ્રેસના કેટલાક અન્ય ધારાસભ્યોથી નારાજ છે અને તે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને મળીને એમની ફરિયાદ પણ કરી શકે છે.

    કોંગ્રેસનો આરોપ, હજાર કરોડમાં ખરીદાયા ધારાસભ્યો

    કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે બિન કોંગ્રેસી ધારાસભ્યોને પોતાની તરફેણમાં ખેંચવા અને ખરીદવા માટે ભાજપે હજાર કરોડનો દાવ લગાવ્યો છે. અખિલ ભારતીય કમિટીના સચિવ ગિરીશ ચોડનકરે પણજીથી બે વખત ધારાસભ્ય ચૂંટાયેલા સિધ્ધાર્થ કુનકોલિનકરને ગોવા વિધાનસભાના કાર્યકારી અધ્યક્ષ નિયુક્ત કરવા અંગે પણ વિરોધ નોંધાવ્યો છે. આ નિવેદન બાદ ભાજપ મહાસચિવે કહ્યું કે, મને તો 1000 કરોડ રૂપિયા લખતાં પણ નથી આવડતું. મારી પાસે તો એક નાની કાર છે.
    First published:

    Tags: કોંગ્રેસ, ગોવા, ગોવા ચૂંટણી પરિણામ 2017, ભાજપ, મનોહર પારિકર, મુખ્યમંત્રી

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો