Home /News /gujarat /

તમાકુની પ્રોડક્ટ પર જાહેરાત માટેના નવા પરિપત્રને પડકારાયોઃહાઈકોર્ટે કેન્દ્ર સરકારને ફટકારી નોટિસ

અમદાવાદઃ તમાકુની પ્રોડક્ટ પર 85 ટકા ભાગ પર આરોગ્ય સંબંધિત ચેતવણી છાપવાના કેન્દ્ર સરકારના નવા પરિપત્રને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે.હાઈકોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી છે.જો કે હાઈકોર્ટે સ્ટેની માગને નકારી દીધી છે.આ કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
અમદાવાદઃ તમાકુની પ્રોડક્ટ પર 85 ટકા ભાગ પર આરોગ્ય સંબંધિત ચેતવણી છાપવાના કેન્દ્ર સરકારના નવા પરિપત્રને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે.હાઈકોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી છે.જો કે હાઈકોર્ટે સ્ટેની માગને નકારી દીધી છે.આ કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે.

સુનાવણી દરમિયાન, હાઈકોર્ટમાં અરજદારની રજૂઆત હતી કે, કેન્દ્ર સરકાર દ્વારા લોકોના આરોગ્યની ચિંતા કરવામાં આવે છે, તે બાબત આવકારદાયી છે.વર્ષ 2008માં કેન્દ્ર સરકારે એક પરિપત્ર બહાર પાડ્યો હતો તે મુજબ તમાકુના પ્રોડક્ટના 40 ટકા ભાગ પર એવી ચેતવણી છાપવાની હતી કે, આ પ્રોડક્ટ આરોગ્ય માટે હાનિકારક છે.

જો કે તેમ છતાંય તમાકુનુ સેવન કરનારાઓની સંખ્યા વધી છે.હવે કેન્દ્ર સરકારનો નવો પરિપત્ર આવ્યો છે કેતમાકુના પ્રોડક્ટના 85 ટકા ભાગ પર એવી ચેતવણી છાપવાની હતી કે આ પ્રોડક્ટ આરોગ્ય માટે હાનિકારક છે.શું કેન્દ્ર સરકાર એવી ખાતરી આપી શકશે ખરા કે આ જાહેરાતથી લોકો જાગૃત બનશે અને તમાકુનુ સેવન કરવાનુ છોડી દેશે.

કેન્દ્ર સરકારના આ નવા પરિપત્રના લીધે વ્યવસાય પર ભારે અસર થઈ છે પ્રોડક્ટના બ્રાન્ડિંગમાં ભારે તકલીફ પડે છે અને કંપનીના લોગો માટે પણ જગ્યા રહેતી નથી.જેના લીધે નકલી કંપનીઓ બજારમાં આવશે અને લોકો મૂળ કંપનીથી માહિતગાર થશે નહીં.કેન્દ્ર સરકારનો આ પરિપત્ર ગેરબંધારણીય છે અને તેનો અમલ કરવો શક્ય નથી.
First published:

Tags: કેન્દ્ર સરકાર, જાહેરાત, પરિપત્ર, વિવાદ, હાઇકોર્ટ

આગામી સમાચાર