આજના ના દિવસોમાં લોકો સુંદર દેખાવા માટે કઈ પણ કરી છૂટે છે ત્યારે હવે અમદાવાદીઓ માટે પણ એક સારા સમાચાર આવી રહ્યા છે. સામાન્ય રીતે ગુજરાતીઓમા મેદસ્વિતાનું પ્રમાણ ખુબ વધારે જોવા મળે છે. ત્યારે જો આપ મેદસ્વી છો તો હવે આપને શરીર ની ચરબી ઘટાડવા ગુજરાત બહાર નહિ જવું પડે. અમદાવાદ રેડિએન્સ હોસ્પિટલમાં હવે શરુ કરવામાં આવી છે, અત્યાધુનિક એન્ડોસ્કોપિક બેરિઆટ્રિક પ્રોસિઝર.
જી હા, હવે શરીરની ચરબી ઘટાડવા અને સુડોળ થવા માટે એન્ડોસ્કોપીની જૂની સર્જરી હવે જૂની થઇ જેમાં શરીરના પેટના ભાગે ત્રણ ચાર હોલ પાડી લેપ્રોસ્કોપીક બેરિઆટ્રિક સર્જરી કરવામાં આવતી હતી. હવે ગુજરાતમાં પ્રથમ વખત અમદાવાદમાં થશે બ્લડલેસ અને એક પણ કાપા વીનાની પ્રોસિઝર.
આ પદ્ધતિમાં મોઢાના ભાગેથી દૂરબીન નાખી શરીરની હોઝરી સંકોચવામાં આવશે. એક અંદાજ પ્રમાણે ગુજરાતમાં 19% બાળકો મેદસ્વીતા ધરાવે છે, જ્યારે 2020 સુધીમાં સમગ્ર દેશની વાત કરીએ તો 48.8 બિલિયન બાળકો મેદસ્વીતા ધરાવશે, ત્યારે નાગરિકોને સ્વસ્થ અને સુડોળ બનાવવા માટે હવે આ એક અત્યાધુનિક પદ્ધતિથી સારવાર કરવામાં આવશે.
રોબેટિક બેરિયાટ્રિક સર્જન ડો. અપૂર્વ વ્યાસે જણાવ્યું કે, એક ફિગર એવું કહે છે કે, 2025માં ભારત ઓબેસિટીની જે આડઅસર છે માનવ શરીર ઉપર એના કારણે 13.8 બિલિયન ડોલરનો ખર્ચ લોકોના આરોગ્ય ઉપર આવવાનો છે. આ ખુબ મોટી રકમ છે એટલે આપણે જો એમને અત્યારે પ્રોપરલી ટ્રેન કરીએ અને જો એને ટ્રીટમેન્ટ આપીએ તો આઈ થિન્ક આ ખર્ચ આપણો ઓછો કરી શકીએ અને સમાજમાં વધારે હેલ્ધી માણસો લાવી શકીએ.
વધુમાં ડોક્ટરે જણાવ્યું કે, ઓબેસિટીના બીએમઆઈનો ક્રાઈટેરિયા પ્રમાણે પ્રોસિઝર એડવાઇઝ કરવાની હોય છે તો જ્યારે બીએમઆઈ તમારી 28 થી 33 હોય ત્યારે એન્ડોસ્કોપિક ખુબ સારી પ્રોસિઝર ક્હેવાય તેમાં પેટ પર કોઈ ચેકો મુકવામાં નથી આવતો દૂરબીન વાટે અંદર જઈ હોજરીમાં ટાંકા લઇ હોઝરીનો ભાગ સાંકડો કરી આપીએ છીએ એટલે મિકેનિકલ ઇફેક્ટ તો આવે જ છે, ઓછું ખવાય છે એ સાથે શરીરના અમુક જે હોર્મોન છે એમાં ચેન્જીસ આવે છે એટલે તમે થોડુક ખાવ અને પેટ ભરાઈ જાય, એવી ફીલિંગ થાય, એ ફીલિંગ ના કારણે તમે ઓછો ખોરાક લો અને તમારો વેટલોસ થાય. તો આ એક જાતની પ્રોસિઝર છે જેમાં સવારે દર્દીને દાખલ કરીએ છીએ બે કલાકમાં ઓપરેશન કરીએ અને છ કલાકમાં ડિસ્ચાર્જ કરીએ છીએ.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર