જાન્યુઆરીમાં ડુંગળીની કિંમતમાં રેકોર્ડ બ્રેક વધારો થયો છે. હવે આશા દર્શાવવમાં આવી રહી છે કે આવતા 15 દિવસોમાં ડુંગળીની કિંમત ઘટી શકે છે. જાન્યુઆરીના અંતથી કિંમતો ઓછી થવાની સંભાવના છે કારણ કે દેશના બધા જ ભાગોમાં ખરીફ પાકની આવક શરૂ થશે.
જાન્યુઆરીમાં ક્યારેય ડુંગળી આટલી મોંઘી થઈ નથી
જણાવી દઈએ કે આ પહેલા જાન્યુઆરીમાં ડુંગળીની કિંમતમાં આટલો વધારો થયો નથી. કારણે કે જાન્યુઆરી પહેલા જ ખરીફ પાક બજારોમાં આવવા લાગે છે જેનાથી કિંમતો ઓછી થાય છે. દેશમાં ડુંગળી માટે બેંચમાર્ક તરીકે જાણીતી લાસલગાંન મંડીમાં પણ અત્યારે આની કિંમત 15 રૂપિયાથી 35 રૂપિયા સુધીની છે જ્યારે દેશભરના બજારોમાં આની કિંમત 35થી 40 રૂપિયાની આસપાસ છે. ગુજરાતના શહેરોમાં ડુંગળીનો ભાવ 50 રૂપિયાની આસપાસનો છે.
આ કારણે ડુંગળી મોંધી છે
ઓક્ટોબરના અંતમાં વરસાદના કારણે નુકશાન
વરસાદ મોડો આવ્યો જેના કારણે ખરીફ પાક વાવવામાં પણ મોડુ થયું
રાજસ્થાનના અલવર અને ગુજરાતના મહુઆના ખરીફ પાકથી દિલ્હીમાં સપ્લાઈ
આ પહેલા જાન્યુઆરી 2011માં ડુંગળીની વધારે કિંમત નોંધાઈ હતી.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર